૨.૧૩ લાખ બાળકો ગુમ : સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

0
18

ન્યુ દિલ્હી,તા.૨૨
બે સરકારી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોને લગતા અહેવાલોમાંના ૨.૧૨ લાખ બાળકના તફાવત અંગે સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આદેશથી ૨૦૧૬-૨૦૧૭માં હાથ ધરાયેલા સર્વેક્ષણ મુજબ ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોની સંખ્યા અંદાજે ૪.૭૩ લાખ હતી, જ્યારે સરકારે ચાલુ વર્ષના માર્ચમાં રજૂ કરેલા આંકડા મુજબ આ સંખ્યા આશરે ૨.૬૧ લાખ હતી એટલે બન્ને વચ્ચે ૨.૧૨ લાખનો તફાવત હતો.
ન્યાયમૂર્તિ મદન બી. લોકુરના નેતૃત્વ હેઠળની બૅન્ચે જણાવ્યું હતું કે બન્ને અહેવાલમાં ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોના આંકડામાં ૨.૧૨ લાખનો તફાવત છે. બૅન્ચે કેન્દ્રને સવાલ કર્યો હતો કે દેશની ચાઇલ્ડ કૅર ઇન્સ્ટિટ્યૂશન્સમાંના બાળકોની સંખ્યામાં બે લાખથી વધુનો ફરક કઇ રીતે આવી શકે?
ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાનો પણ સમાવેશ કરતી બૅન્ચે જણાવ્યું હતું કે જા કાયદાનો યોગ્ય અમલ કરાય તો બાળકો સામેના અત્યાર કે શોષણના કિસ્સા બનતા અટકી શકે છે.
ઉત્તર પ્રદેશના દેવડિયા અને બિહારના મુઝફ્ફરપુરમાંના શૅલ્ટર હામમાં કિશોરીઓ અને મહિલાઓના જાતીય શોષણના બનાવ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા હતા. કેન્દ્રના વકીલે અદાલત પાસે સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સમય માગ્યો હતો. બૅન્ચે વધુ સુનાવણી ૨૮મી આૅગસ્ટ પર મુલતવી રાખી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY