અમેરિકાના પ્રતિબંધ છતા ઉત્તર કોરિયા સુધર્યું નથી, પરમાણુ ગતિવિધિ ચાલુ રાખી

0
16

વાશિંગ્ટન/પ્યોંગયોંગ,તા.૨૨
અમેરિકાના આકરા પ્રતિબંધ બાદ પણ ઉત્તર કોરિયાએ પરમાણુ પ્રોગ્રામ બંધ કર્યા નથી. યુએન ન્યુક્લિયર વોચડોગ અનુસાર ઉત્તર કોરિયાએ પરમાણુ ગતિવિધિ બંધ કરી હોય તેવા કોઇ અણસાર જાવા મળી રહ્યાં નથી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે નોર્થ કોરિયાની પરમાણુ ગતિવિધિ ચાલુ રહેવી તે ચિંતાનો વિષય છે.બીજી તરફ તાજેતરની રિપોર્ટથી વિરૂધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉન સાથે પોતાની મુલાકાતને સફળ ઠેરાવવાનો દાવો કરતા કિમ જાંગ ઉન સાથે ફરી મુલાકાતના સંકેત આપી રહ્યાં છે.આ રિપોર્ટ ઉત્તર કોરિયાની સાથે સાથે ટ્રંપના પોકળ દાવા પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જાંગ ઉન વચ્ચે ઐતિહાસિક મુલાકત થઇ હતી.
તે સમયે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયાએ સંપૂર્ણપણે પરમાણુ નિઃશસ્ત્રીકરણનું વચન આપ્યું છે. જાકે, છેલ્લા કેટલાક મહિનામાં એવા ઘણા રિપોર્ટ સામે આવ્યાં જેમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો કે ઉત્તર કોરિયા પોતાનું વચન પુરૂ કરી રહ્યું નથી.
સોમવારના રોજ ટ્રમ્પે ન્યુઝ એજન્સી રોઇટર્સને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કિમ જાંગ ઉનના ઇરાદા પર ગમે તેટલી શંકા કરવામાં આવે પરંતુ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે ઉત્તર કોરિયા દ્વારા ઠોસ પગલા ઉઠાવવામાં આવ્યાં છે. ટ્રમ્પે તે પણ દાવો કર્યો કે તેમણે ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને અટકાવ્યાં છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY