લારી-પાથરણા બાદ સ્કૂલવાન-રિક્ષાનું પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ

0
34

અમદાવાદ,તા.૪
અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા પૈકી પ૦ ટકાથી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલવાન તરીકે રજિસ્ટર થયાં નથી. આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇ પણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓ આજે કડકાઈભર્યું વલણ અપનાવતાં અનેક સ્કૂલરિક્ષા અને વાનને ડિટેઈન કરવામાં આવી છે.
આ તમામ વાહનોને દંડ પણ ફટકારવામાં આવશે. સ્કૂલવાન કે રિક્ષા તરીકે જે વાહનો રજિસ્ટર થયાં છે તેઓ કોઇ પણ નિયમોનું પાલન ન કરતાં હોવાનું બહાર આવતાં આરટીઓએ આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા-વાનને ઊભી રાખીને ડોક્્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં ફફડાટ પેસી ગયો છે.
આ અંગે આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું રજિસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમભંગ કરતી સ્કૂલવાન કે રિક્ષાચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
આજે અમદાવાદ સહિત વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગરમાં આરટીઓના ૫૬ કર્મચારીઓ દ્વારા સ્કૂલવાન-સ્કૂલ બસ અને સ્કૂલરિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું. મોટા ભાગનાં વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે.
આ તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે એટલું જ નહીં, પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. આજે થયેલી ડ્રાઈવમાં કોઈ સ્કૂલબસનો સમાવેશ થયો નથી.
અનેક સ્કૂલ વાન એસપીજી ગેસથી ચલાવવામાં આવે છે. વાનચાલકો ગેસના બાટલાની ઉપર જ બેંચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતાં હોય તેવી પણ ઘટનાઓ બને છે જે ખતરારૂપ જ નહીં દુર્ઘટના થવાની શકયતા વધારે છે. જે જીવતા બોમ્બ સમાન મનાય છે. આરટીઓમાં મારુતિ વાનનાં મોડલ માન્ય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY