ગાંધીનગર,તા.૪
વર્ષ ૨૦૦૪ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેના પર આજે ચુકાદો આવવાનો હતો. જા કે હાલ મળી રહેલા અહેવાલ અનુસાર સીબીઆઈ કોર્ટે ૭ ઓગસ્ટ પર ચુકાદો મુલતવી રાખ્યો છે.
તમને જણાવી દઈએ કે, સીબીઆઈ ડિસ્ચાર્જ અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં વણઝારાની પણ ભૂમિકા છે. એન્કાઉન્ટર અગાઉ ઈશરત જહાં અને અન્ય ૩ લોકોની જ્યાંથી અટકાયત થઈ હતી તે ફાર્મહાઉસ પર વણઝારા હાજર જાવા મળ્યાં હતાં.
આ બાજુ વણઝારાના એડવોકેટે દલીલ કરી હતી કે કોઈ આરોપીને સાક્ષી બનાવીને તેને માફી આપવાનો હક ઈન્વેસ્ટિગેશન અધિકારીને નથી. આ બાજુ અમીનનું કહીએ તો કોર્ટે તેમની અરજી ઉપર પણ સુનાવણી પૂરી કરી લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



