અમદાવાદ,તા.૨
વારંવાર ટ્રાફિકના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરનારા વાહનચાલકો હવે ચેતી જજા. શહેર ટ્રાફિક પોલીસે આરટીઓને અમદાવાદ શહેરના ૪૦ હજાર નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે ભલામણ કરી દીધી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને આરટીઓ આગામી સપ્તાહથી વાહનચાલકને એક વાર રૂબરૂ સાંભળવાની તક આપીને રજૂઆત સાંભળવા માટે આરટીઓ કચેરીમાં બોલાવશે. કોઈ પણ વાહનચાલકને પાંચ વખત ઈ-મેમો મળ્યો હશે તો તેની ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી માટેની ભલામણ કરવામાં આવશે. ઈ-મેમોનો દંડ ભર્યો હોય કે ન ભર્યો હોય જે તે વાહનચાલકને પાંચ વખત હ્યુમન ગ્રાઉન્ડ પર આ તક આપવામાં આવશે, પરંતુ તેનાથી આગળ ચલાવી લેવામાં આવશે નહીં.
દંડ ભરી દેવો તે એક માત્ર ઉપાય નથી, કોઈ પણ વ્યક્તિ અનેક વખત કાયદાના નિયમોનો ભંગ કરીને દંડ ભરી દે તેથી તે કાયદાની જાગવાઈમાંથી છટકી શકતો નથી.
ટ્રાફિક વિભાગના એસીપી સુરેશ પટેલે જણાવ્યું હતું કે જાખમી ડ્રાઇવિંગ કરનારા અને વારંવાર ગુના આચરનારા વાહનચાલકો સામે અવારનવાર કેસ કરી દંડ વસૂલાય છે, પરંતુ તેની પણ એક મર્યાદા રહે છે.
મોટર વિહિકલ એકટની કલમ ૧૯(એફ) અંતર્ગત આવા વાહનચાલકોના લાઇસન્સ રદ્દ કરવા કે સસ્પેન્ડ કરવાની સત્તા આરટીઓ પાસે છે તેથી આરટીઓને આ માટે ભલામણ કરવામાં આવી છે. આવા કેસોની સંખ્યા ૪૦,૦૦૦ જેટલી છે.
આ અંગે આરટીઓ-અમદાવાદ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જુદા જુદા કારણસર આ વર્ષમાં કુલ ૩૪૦ ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા અમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



