પીએમ મોદી-રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે ‘બાપુ’ને આપી પુષ્પાંજલિ

0
7

ન્યુ દિલ્હી,તા.૨
આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૪૯મી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૪મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ બંને નેતાનું સ્મરણ કરીને ટ્‌વીટ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોદીએ ત્યારબાદ મહાત્મા ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે જઈને બાપુને શ્રદ્ધાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ મહાત્મા ગાંધીના જન્મના ૧૫૦મા વર્ષની ઉજવણીનો આરંભ થઈ ગયો છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, એમના માતા – કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન મોદી શાસ્ત્રીજીના સ્મારક વિજય ઘાટ ખાતે પણ ગયા હતા અને દિવંગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજે ગાંધી જયંતી નિમિત્તે દેશના દરેક રાજ્યમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના માતાનું નામ પુતલીબાઈ હતું. દેશની આઝાદીમાં ગાંધીજીનું યોગદાન મુખ્ય રહ્યુ હતું. લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪ની બીજી ઓક્ટોબરે થયો હતો.
શાસ્ત્રીજી દેશના દ્વિતીય વડા પ્રધાન હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિધન બાદ શાસ્ત્રીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY