ન્યુ દિલ્હી,તા.૧૮
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એક કાર્યક્રમ દરમિયાન સત્તારૂઢ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા તેની ક્ષમતા સાથે આગળ વધી રહી નથી. તેમણે રોજગાર અને કૃષિ ક્ષેત્ર પર વધી રહેલા સંકટને લઇને મોદી સરકારની આલોચના કરી હતી.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશની બગડી રહેલી અર્થવ્યવસ્થાને કારણે દેશમાં રોજગાર ઉત્પન્ન થવાને બદલે બેરોજગારીના દરમાં વધારો થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ દેવામાં અને શહેરી અર્થવ્યસ્થાને કારણે મહત્વકાંક્ષી યુવાઓમાં અસંતોષ ઉત્પન્ન થઇ રહ્યો છે.ન્યૂ દિલ્હી ઇન્સટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં આયોજીત સમ્મેલનમાં મનમોહન સિંહે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર પર વધી રહેલા સંકંટ, રોજગારની અછત, પર્યાવરણને નુકસાન અને વિભાજનકારી શÂક્તઓને લીધે દેશની સામે અનેક પડકારો ઉભા થઇ રહ્યા છે.
મનમોહન સિંહે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનને કારણે અર્થવ્યવસ્થામાં અસમાનતાની જાણ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક સેક્ટર રોજગાર માટે તકો ઉત્પન્ન કરવા માટે નાકામ રહ્યા છે. આ સિવાય તેમણે નોટબંધી અને જીએસટી અંગે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સંપત્તિ અને રોજગારની તકોને વધારો આપનારા લઘુ અને અસંગઠિત ક્ષેત્ર નોટબંધી અને જીએસટીને કારણે નુકસાન વેઠવું પડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


