દુકાળને ભૂતકાળ બનાવી દેવો છેઃ સીએમ રૂપાણી
ગાંધીનગર,તા.૧૭
દરિયાના ખારા પાણીને મીઠું અને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જાડીયા ખાતે સ્થપવામાં આવશે.
દરિયાના ખારા પાણીને મીઠું અને પીવાલાયક બનાવવા માટે રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતના જામનગર જિલ્લાના જાડીયા ખાતે સ્થપવામાં આવશે. જેના માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ પ્લાન્ટમાં રોજ ૧૦ કરોડ લીટર દરિયાના પાણીને મીઠું બનાવશે.
મીઠા બનાવેલા પાણીને રાજકોટ, જામનગર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આપવામાં આવશે. આગામી ૩૦ મહિનાના સમયમાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે. વર્ષ ૨૦૨૧-૨૨થી પ્લાન્ટ કાર્યાન્વિત બની રોજ ૧૦ કરોડ લીટર પાણી પીવાલાયક બનાવશે. ગુજરાત પહેલા તમિલનાડુમાં ડી-સેલીનેશન પ્લાન્ટ બંધાયો હતો. ભવિષ્યમાં રાજ્યમાં આવા ૭થી ૮ પ્લાન્ટ બંધાશે.
આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘આપણા ગુજરાત પાસે આટલો મોટ દરિયા કિનારો છે જ્યાં પાણી જ પાણી છે અને આપણી પ્રજા પાણી માટે વલખા મારે તે વાત પહેલાથી જ મનમાં પડી હતી. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સરેરાશ કરતા વધારે પડતો હોય છે પરંતુ ઉત્તર ગુજરાતનાં ચોમાસામાં જીવ ઊંચા હોય છે. પરંતુ નર્મદાના નેટવર્કથી આપણે બચીએ છીએ. આ વખતે નર્મદામાં પણ જરૂર મુજબનું પાણી આવ્યું. આટલી બધી ટેકનોલોજી આગળ છે અને આપણને તકલીફ પડે તેવું ન બનવું જાઇએ.આપણે દુકાળને ભૂતકાળ બનાવી દેવો છે.’
તેમણે આગળ જણાવતા કહ્યું કે, ‘ટાઇમ લિમીટ કરતા વહેલા કામ થાય તેમ હું ઇચ્છું છું. ગુજરાત આજે એક નવી ક્રાંતિ કરી રહ્યું છે. દરિયાના ખારા પાણીને આપણે મીઠુ કરવાના છે તે ગુજરાત માટે ગર્વની બાબત છે. આપણા માટે પાણી એ જીવન મરણનો પ્રશ્ન બની ગયો છે. જેમ નર્મદા આપણી માટે જીવન દોરી બની છે તેમ આ ડી-સેલીનેશનથી આપણને મદદ મળી શકશે. જા આ બધુ થશે પછી ગુજરાતના વિકાસને અટકાવી નહીં શકીએ.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



