લીંબડી માં પ્લાસ્ટીક હટાવો કાયદાની વેપારીઓ દ્વારા ઐસી કી તૈસી

0
82

પાલિકા તંત્રના બાબુઓની મીઠી નજર અને મિલીભગત ના કારણે!?

આજે પણ 50 માઇક્રોન થી ઓછી માત્રા ના પ્લાસ્ટિક નો વેપારીઓ દ્વારા છુટ થી વપરાશ

કરવેરા ઉઘરાવવામાં પાવરધા ગણાતાં લીંબડી શહેર સુધરાઈ તંત્ર ના અધિકારીઓ શહેરમાં થી ઓછા માઇક્રોન નું પ્લાસ્ટિક નું દુષણ દુર કરવામાં સદંતર નિષ્ફળ નિવડી રહ્યા છે. આજે પણ લીંબડી શહેર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારે લાગું કરેલા કાયદા ની ઐસી કી તૈસી કરી ઠેર ઠેર 50 માઇક્રોન કરતા ઓછી માત્રાના વિવિધ પ્રકારના પ્લાસ્ટિક નો છુટ થી વપરાશ થઈ રહ્યો છે.

નગરપાલિકા તંત્ર પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ નો કડક બની કાયદા નો અમલ બનાવે તેવી શહેર ના પર્યાવરણ પ્રેમી નગરજનો એ જિલ્લા કલેકટર ને લેખિત ફરિયાદ કરી છે.
પૃથ્વી પર પ્રતિ દિન વધતા જતા પ્રદુષણ ના કારણે પર્યાવરણ ને ખુબજ નુકસાન થઈ રહ્યું છે. દેશમાં નાના મોટા શહેરોમાં લોકો અને પર્યાવરણની સુરક્ષા ધ્યાને લઈને કેન્દ્ર સરકારે હલકી ગુણવત્તા અને ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિક ના દુષણ ને ડામવા કડક કાયદો અમલમાં લાવ્યા છે. સમગ્ર દેશ સાથે રાજ્ય ભરમાં આ કાયદા હેઠળ તંત્ર દ્વારા પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ હાથ ધરી જરૂર પડે ત્યાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ લીંબડી શહેરમાં તો નગરપાલિકા તંત્ર ના બાબુઓની ઘોર બેદરકારી ના કારણે વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ કાયદા નું છડેચોક ઉલંઘન થઈ રહ્યું છે. આજે પણ શાક માર્કેટ, ખાણીપીણી ની લારીઓ, નાના મોટા અનાજ કરિયાણા ની દુકાનો અને મેડિકલ સ્ટોર તથા મોટા ભાગના તમામ વેપારીઓ 50 માઇક્રોન કરતા ઓછી માત્રાના વિવિધ પ્રકારના પ્લાસ્ટિક નો છુટ થી વપરાશ કરી કેંદ્ર સરકાર ના કાયદા ની ઐસી કી તૈસી કરી રહ્યા છે. જો કે આ સ્થિતિ માટે નગરપાલિકાના કહેવાતા બાબુઓ કે ચિફ ઓફિસર ની બેદરકારી જ જવાબદાર હોય આ બાબતે શહેર ના સામાજિક આગેવાન અંબારામભાઇ દલવાડી, ઇલેશભાઇ ખાંદલા, સહિત પર્યાવરણ પ્રેમી નગરજનો એ શહેરમાં પ્લાસ્ટીક નો કાયદો કડક બને તે માટે જિલ્લા કલેકટર અને નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.

જોકે આ બાબતે લીંબડી નગરપાલિકા ચિફ ઓફિસર પી.કે.કોટેચા એ જણાવ્યું હતું કે અમે વહેલી તકે શહેરમાં ચેકીંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરીશું.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY