નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ હવે બટન કેમેરાથી સજ્જ.

0
148

રોમિયોને ડામવા માટે વધુ એક અસરકારક બટન કેમેરાનું પગલું

નર્મદા પોલીસે રાજ્યમાં સૌ પ્રથમ વાર નિર્ભયા સ્કવોર્ડ બનાવી રોમિયોને નાથવા તરફ એક કદમ ઉઠાવ્યું છે ત્યારે નિર્ભયા સ્કવોર્ડે તેની પુરી નિષ્ઠાથી ફરજ બજાવી છે.નિર્ભયા સ્કવોર્ડનેે વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડીયાએ બટન વિડિઓ કેમેરા ફાળવ્યા જેથી હવે બટન કેમેરાને કારણે નિર્ભયા સ્ક્વોર્ડની તમામ કામગીરી વધુ અસરકારક બની રહેશે આ બટન કેમેરાનું સ્કવોર્ડને વિતરણ કરવા આજે રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો જેમાં રાજપીપલા સ્ટેટના શ્રીમંત મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ મહારાણી શ્રીમતી રુક્ષમનિદેવીજી ગોહિલની ઉપસ્થિતિ માં બટન કેમેરા નિર્ભયા સ્કવોર્ડને અર્પણ કરાયા હતા જેમાં કોલેજના આચાર્ય એસ જી માંગરોલા, ડી વાય એસ પી રાજેશ પરમાર, ડી વાય એસ પી શુભાષ વાઢેર, ડી વાય એસ પી એમ એમ મકવાણા હાજર રહ્યા હતા.

આ સાથે રાજપીપલાની માધ્યમિક શાળાઓ બહાર એક ફરિયાદ પેટી મુકાશે.જેમાં કોઈ બહેનને કોઈ સમસ્યા હોય તો તે સમસ્યા નિર્ભય બની જણાવી શકશે અને તેનું નામ ખાનગી રખાશે જેથી અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે.

બટન કેમેરા ને કારણે નિર્ભયા સ્કવોર્ડને વધુ મજબુતી મળશે અને અસામાજીક તત્વો સામે વિડિઓ રૂપી એક મજબૂત પુરાવો પણ પ્રાપ્ત થશે જિલ્લામાં કુલ 4 જેટલી નિર્ભયા સ્ક્વોર્ડ કાર્યરત છે જેમાં રાજપીપલા ખાતે 2,ડેડીયાપાડા અને કેવડિયા ખાતે 1-1 સ્ક્વોર્ડ કાર્યરત છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY