લીબડી સિવિલ હોસ્પીટલમાં ભારત સરકાર દ્વારા સંચાલિત NPCDCS  નો ડેઇલી કાર્યક્રમ કાર્યરત

0
76

યોગ ભગાડે રોગ ના સુત્ર સાથે લીંબડી સિવિલ હોસ્પીટલમાં યોગ તદ્દન મફતમાં શિખડાવવામાં આવે છે

 સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાની સિવિલ હોસ્પીટલ ખાતે ભારત સરકાર સંચાલિત NPCDCS  ડેઇલી યોગ કાર્યક્રમ કાર્યરત છે ત્યારે આ કાર્યક્રમમાં નાના બાળકો થી લઇને વૃધ્ધ વયના લોકો આ યોગનો લાભ લેવા આવતા હોય છે.

અને NPCDCS  કાર્યક્રમ હેઠળ ડાયાબીટીસ, બી.પી. , સ્થુળતા,તણાવ, ચિતા, સાંધાના દુખાવા, કમર દર્દ તથા અન્ય બીમારીઓ માટે યૌગિક ચિકિત્સા આપવામાં આવે છે તથા ભણતા વિદ્યાર્થીઓ માટે યાદશકિત , એકાગ્રતા વધારવા માટે પણ યોગ શિખડાવવામાં આવી રહયા છે અને ઘણા લોકોએ આ યોગ ચિકિત્સાનો લાભઉઠાવ્યો છે અને ઉઠાવી રહયા છે જયારે આ યોગ તદ્દન મફતમાં શિખડાવવામાં આવે છે, લીંબડી સિવિલ હોસ્પિટલનાં ઈન્ચાર્જ સિવિલ સર્જન ડોકટર ડી.કે.પરમાર ના સાથ સહકાર થી યોગ ચિકિત્સક જગવીર ચૌહાણ દ્વારા સવાર ૭ થી ૮ , ૮ થી ૯ અને સાંજના ૫ થી ૬ ના સમય ગાળામાં શિખડાવવામાં આવે છે અને આ છેલ્લા ઘણાં મહિનાથી કાર્યરત હોવાથી લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ લીંબડી શહેરનાં અસંખ્ય લોકોએ આ યોગનો લાભ મેળવેલ છે .

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY