મુંબઈ,તા.૨૯
હાલમાં ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની એક ઐતિહાસિક ક્ષણ પર બનેલી ફિલ્મ ‘દૂસરા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનય દેવના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં એક યુવતીની આંખોથી ભારતની યાત્રા બતાવવામાં આવી છે. જોકે, ટ્રેલરમાં ફિલ્મની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
‘દૂસરા’માં ભારતમાં ક્રિકેટને કારણે આવેલા બદલાવની વાત કહેવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ૧૯૪૭મા ભારતને રાજકીય સ્વતંત્રતા મળી. ૧૯૯૧મા આર્થિક અને ૨૦૦૨મા ભાવનાત્મક સ્વતંત્રતા મળી હતી. આ ફિલ્મના મુખ્ય કલાકારો પ્લાબિતા બોરઠાકુર, સમિધા ગુરુ, ત્વિશા સીમા, કૃષ્ણા ગોકાણી તથા અંકુર વિકલ છે.
ટ્રેલરની શરૂઆતમાં ભારતનું એક નાનકડું ગામ બતાવવામાં આવ્યું છે. જ્યાં એક યુવતી લોર્ડ્સમાં ચાલતી ૨૦૦૨ની નેટવેસ્ટ સીરિઝમાં ભારતની ઈંગ્લેન્ડ વિરૂદ્ધની જીતને જોવા માટે ટીવી સામે બેઠી હોય છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ગાંગુલીને ટી-શર્ટ લહેરાવતા જોઈને યુવતી કોઈ પણ રીતે આઝાદ થવા ઈચ્છે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


