બીઓબી વેપારીનું સિબિલ સારું હશે તો ઓછા વ્યાજે લોન આપશે

0
35

અમદાવાદ,તા.૬
નાના કદના વેપારીઓને સસ્તા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ જે વેપારીનું સિબિલ સારું હશે તેમને ઓછા વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું છે. બેંકે લોન આપવા માટે સિબિલ એમએસએમઈ રેન્કને આધાર બનાવ્યો છે.
સીએમઆર ૧ થી ૧૦ સુધી સ્કેલ પર એમએસએમઈની ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર તેને રેંક પ્રદાન કરે છે જેમાં સીએમઆર-૧ સૌથી ઓછા જાખમ વાળા એમએસએમઈ માટે સર્વોત્તમ રેંકિંગ હોય છે અને સીએમઆર-૧૦ સૌથી વધારે જાખમ વાળા એમએસએમઈની રેંકિંગ હોય છે. સીએમઆર જેટલું ઓછું હશે એમએસએમઈના એનપીએ થવાની સંભાવના તેટલી જ ઓછી થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર બેંક ઓફ બરોડા વ્યાપારને આગળ વધારવા અને લોનને વધારે સરળ બનાવવામાં ઈનોવેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અધિકારીક સુત્રએ જણાવ્યું કે અમે સિબિલ સ્કોરના આધારે હોમ લોન પર જાખમ આધારિત પ્રાઈઝિંગ પ્રદાન કરનારા ભારતના પ્રથમ બેંકોમાંથી એક હતા અને હવે અમે સિબિલ એમએસએમઈ રેંકના આધાર પર એમએસએમઈ લોન પર જાખમ આધારિત પ્રાઇઝીંગ પ્રદાન કરનારા અગ્રણી બેંકો પૈકી એક છીએ.
આ પોલિસીના આધાર પર ઓછા સીએમઆર વાળા એમએસએમઈને બેંક ઓફ બરોડાથી ૧ વર્ષના એમસીએલઆર પર ૦.૦૫ ટકા વધારે વ્યાજદર પર લોન મળી શકે છે. સીએમઆર આધારિત પ્રાઈઝિંગથી અમને જાખમોનો વધારે સારી રીતે ઉકેલ લાવવામાં મદદ પ્રાપ્ત થશે અને એમએસએમઈ માટે લોનના સારા અવસરો પણ ઉપ્લબ્ધ થશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY