પણજી,તા.૬
ગોવામાં નાદુરસ્ત તબિયતના કારણે મુખ્યપ્રધાન પારિકરની ઘટતી જતી સક્રિયતા વચ્ચે કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે શાસક ભાજપના ત્રણ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને આ ત્રણ ધારાસભ્યોનાં સમર્થન સાથે કોંગ્રેસ ગોવામાં મનોહર પારિકરના નેતૃત્વની ગઠબંધન સરકારને ઊથલાવી શકે છે.
જાકે ભાજપે કોંગ્રેસના આ દાવાને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસ માત્ર લોકોને મૂર્ખ બનાવી રહી છે. ગોવા કોંગ્રેસના પ્રવકતા અને ધારાસભ્ય દયાનંદ સોપ્ટેએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ભાજપના ત્રણ ધારાસભ્યો મનોહર પારિકરની સરકારને ઊથલાવવા માટે કોંગ્રેસમાં સામેલ થવા તૈયાર છે અને તેઓ કોંગ્રેસ પક્ષના સતત સંપર્કમાં છે. જાકે તેમણે આ ધારાસભ્યોનાં નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
સોપ્ટેએ જણાવ્યું હતું કે મને આજે અખબારોના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ શકે છે. મને લાગેવળગે છે ત્યાં સુધી કોઇએ મારો સંપર્ક કર્યો નથી કે ન તો મેં કોઇનો સંપર્ક કર્યો છે. આ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા છે. તેમણે તેનાથી વિપરીત દાવો કરતાં જણાવ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યે અમારો સંપર્ક કર્યો છે. કોંગ્રેસના ૪૦ સભ્યના ગૃહમાં ૧૬ ધારાસભ્ય છે. જા ભાજપના ત્રણ ધારાસભ્ય આવી જાય તો સત્તારૂઢ સરકાર લઘુમતીમાં મુકાઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



