હિ.પ્રદેશમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા ગયેલી મહિલા અધિકારીની ગોળી મારી હત્યા

0
88

સોલન(હિમાલપ્રદેશ),
તા.૨/૫/૨૦૧૮

હોટલ માલિકે ગેરકાયદેસર બાંધકામ હટાવવા પહોંચી મહિલા અધિકારીની ગોળી મારી હત્યા કરી

સુપ્રીમ કોર્ટે પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ ન કરાવવા પર રાજ્ય સરકારને ઠપકો આપી કહ્યું આ ગંભીર બાબત છે

હિમાચલ પ્રદેશના સોલનમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવાના મુદ્દે એક ગેસ્ટ હાઉસના માલિકે એક મહિલા અધિકારીની ગોળી મારી હત્યા નિપજાવી દીધી હતી. મૃતક મહિલા અધિકારી સહાયક ટાઉન એડ કંટ્રી પ્લાનર હતી. આ ગોળીબારની ઘટનામાં એક મજૂર પણ ઘાયલ થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાઈકોર્ટના આદેશ પર ધરમપુર વિસ્તારમાં કર્મચારીઓએ ગેરકાયદેસરના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન નાયારણી ગેસ્ટ હાઉસના માલિક વિજય કુમારે બે રાઉંડ ગોળીબાર કર્યા હતાં. જેમાંથી એક ગોળી સહાયક ટાઉન એડ કંટ્રી પ્લાનર મહિલા અધિકારી શેલ બાલાને વાગી હતી. મહિલા અધિકારીનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે એક ગોળી ગુલાબ સિંહ નામના મજુરને જઈને વાગી હતી, જેમાં ઘે ઘાયલ થઈ ગયો હતો.

વિજળી વિભાગના એક ઉપપ્રખંડ અધિકારી સંજય નેગી સહેજથી બચી ગયાં હતાં. જીલ્લા પ્રસાસનના અધિકારીઓ કસૌલી વિસ્તારમાં ૧૩ હોટલો અને રિસોટ્‌ર્સના ગેરકાયદેસર બાંધકામો હટાવી રહ્યાં હતાં, તે દરમિયાન જ આ ઘટના ઘટી હતી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અધિકારીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને આરોપીઓની તત્કાળ ધરપકડ કરવામાં આવશે. તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં કોઈ પણ કિંમતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે અનેક હોટલો તથા રિસોટ્‌ર્સમાં ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવા ૧૭ એપ્રિલે આદેશ આપ્યાં હતાં.

સુપ્રીમ કોર્ટે આ ઘટના પર સંજ્ઞાન લીધું છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે, તે આ પ્રકારની હરકત કદાપી ચલાવી નહીં લે. કોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસેથી સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. આ મામલે અદાલત આવતી કાલે ગુરૂવારે સુનાવણી હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે પોતે જ આ મામલે સંજ્ઞાન લેતા કહ્યું હતું કે, જા આ રીતે જ લોકોને મારી નાખવામાં આવશે તો તેને આદેશ આપવો પડશે. આ પ્રકારની ગંભીર ઘટનાઓને નજરઅંદાજ ન કરી શકાય. કોર્ટે અધિકારીને સુરક્ષા પુરી ન પાડતા રાજ્ય સરકારને ખખડાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY