જામીનની શરતોનું ઉલ્લંઘન કરતા જૂલિયન અસાંજેને ૫૦ સપ્તાહની સજા

0
24

લંડન,તા.૧
વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને લંડનની એક કોર્ટે ૨૦૧૨માં જામીનની શરતોનું ઉલ્લંઘન કરવાના મામલે દોષી જણાયા બાદ ૫૦ સપ્તાહની સજા સંભળાવી છે. અસાંજેની ૧૧ એપ્રિલે બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન નાગરિક અસાંજેએ ૨૦૧૨થી લંડનના ઇકવાડોરના દૂતાવાસમાં શરણ લીધું હતું.
અસાંજેને બુધવારે લંડનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં ઉપરોક્ત મામલા પર સુનાવણી કરવામાં આવી. સ્વીડનની બે મહિલાએ તેના પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં પ્રત્યર્પણથી બચવા માટે અસાંજેએ ઇક્વાડોર દૂતાવાસને તેનું નિવાસસ્થાન બનાવી લીધું હતું. ૨૦૧૨ના મામલામાં જામીન પૂરા થયા બાદ લંડનમાં તેના પર ધરપકડની તલવાર લટકતી હોવાથી તે ત્યાંથી હટતો નહોતો. ગત વર્ષે ડિસેમ્બરમાં તેને ઇક્વાડોરની નાગરિકતા પણ મળી ગઇ હતી.
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, અસાંજેએ કોર્ટમાં કહ્યું, જે લોકોને એમ લાગે છે કે મેં તેમનું અપમાન કર્યું છે તેમની હું માફી માંગુ છું. મેં મારો પક્ષ રાખી દીધો છે. ૨૦૧૦માં ટાઇમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવેલા અસાંજેએ મોટી સંખ્યામાં અમેરિકાના સિક્રેટ ડોકિયુંમેન્ટ્‌સ જાહેર કરીને સનસનાટી મચાવ દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY