ન્યાય યોજના ભાજપની ખોટી નીતિઓનો જવાબ : રાહુલ ગાંધી

0
29

કોંગ્રેસ સત્તા પર આવશે તો સરકારી નોકરી માટે પરીક્ષા ફી લેવાનું બંધ કરશે
ભાજપે નોટબંધી અને જીએસટીના બેવડા મારથી દેશના અર્થતંત્રનું પતન આણ્યુંઃ કોંગ્રેસ અધ્યક્ષ
સીતાપુર,તા.૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું છે કે એમની પાર્ટીએ નક્કી કર્યું છે કે જો તે લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો સરકારી નોકરીઓની પરીક્ષાઓ માટે લેવાતી ફી રદ કરશે.
અહીં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે દેશના યુવાઓને કોઈ પણ સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા માટે એપ્લિકેશન ફી ચૂકવવી પડે છે. અમે નક્કી કર્યું છે કે જા અમે સત્તા પર આવીશું તો સરકારી હોદ્દાઓ માટેની પરીક્ષા આપવા માટેની અરજી ફી લેવાનું બંધ કરી દઈશું, કોઈએ એવી ફી ચૂકવવાની નહીં રહે.
રાહુલે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકારના શાસનમાં ઈંધણના ભાવ વધી ગયા છે. પેટ્રોલના ભાવ વધી ગયા છે. યુપીએ સરકાર વખતે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૧૪૦ ડોલર હતી, જ્યારે અત્યારે ૭૦ ડોલર છે. ચોકીદારે કહ્યું હતું કે એ મોંઘવારીને ઘટાડી દેશે. અમુક ૧૫ જણને જ લાભ મળી રહ્યો છે. જ્યારે સામાન્ય લોકોનાં ખિસ્સા પર બોજા નાખવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ એમની પાર્ટીએ ચૂંટણીઢંઢેરામાં આપેલા વચન અનુસારની લઘુત્તમ આવક ગારન્ટી યોજના એટલે કે ન્યૂનતમ આય યોજના વિશે એમણે કહ્યું કે ન્યાય અંતર્ગત મળેલી રકમ જેવી પાંચ કરોડ જેટલા લોકોનાં બેન્ક એકાઉન્ટમાં જમા થશે કે ૨૫ કરોડ લોકો કપડાં, પગરખાં, મોબાઈલ વગેરે જેવી ચીજવસ્તુઓ ખરીદવાનું શરૂ કરશે. દુકાનો ફરીથી ચીજવસ્તુઓ વેચતી થશે. ફેક્ટરીઓમાં માગ વધશે. સીતાપુર જેવા ગામનાં લોકોને રોજગાર મળશે.
રાહુલે કહ્યું કે ન્યાય યોજના ભારતીય અર્થતંત્રનાં એન્જિનમાં ઈંધણ પૂરું પાડવાનું કામ કરશે. અમે લોકને ન્યાય આપીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY