અમદાવાદ, તા.૦૬
છેલ્લા ૨૦ દિવસમાં ૨૩ સિંહોના મોત થયા છે અને ૩ સિંહો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સિંહોના મોતનો મામલો ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. સુપ્રીમે પણ સિંહોના મોતને લઈ ગુજરાત સરકાર તેમજ વન વિભાગની આકરી ઝાટકણી કાઢી હતી. ત્યારે રાજ્ય વન વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી હેઠળ આવેલી દલખાણિયા અને જસાધાર રેન્જમાં ૧૨ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન જે ૨૩ સિંહોના મોત થયા છે તે ઈનફાઈટ અને વાઈરસના કારણે થયા છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ સિંહોના મોતનુ કારણ ઈનફાઈટ, ઈનફાઈટથી થતી ઈજા, રેસ્પિરેટરી તથા હિપેટિક ફેલ્યોર, સુપરબ્રોન્કાઈન્ઝી ન્યુમોનિયા છે. મૃતસિંહોના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પૂણે તેમજ ઈન્ડિયન વેટરનરી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, બરેલી, ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેના રીપોર્ટમાં ૪ કેસમાં વાયરસ જાવા મળ્યો છે. જ્યારે અન્ય ૧૦ કેસમાં બેબેસિયા પ્રોટોઝોઆની ઉપસ્થિતિ જાવા મળી છે. જાકે, હજુ અન્ય રીપોર્ટ આવવાના બાકી છે. વન વિભાગ દ્વારા સુરક્ષાના પગલા સ્વરુપે દલખાણીયા રેન્જના સિંહોની બિમારી અન્ય વિસ્તારોમાં ન પ્રસરે તેના માટે નજીકના સીમરડી વિસ્તારના ૩૧ અને પાણીયા વિસ્તારના ૨ એમ કુલ ૩૩ સિંહને જામવાળા અને બાબરકોટ, રાજુલા રેસ્ક્યુ સેન્ટર ખાતે આઈસોલેટ કરીને નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે. આ સિંહોના પણ લોહી, લાળના સેમ્પલ પૂણે અને બરેલીની લેબોરેટરીને મોકલાયા હતા, જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો
છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



