મમતાને ઝટકો : દુર્ગા પંડાલની આર્થિક સહાય કોર્ટે અટકાવી

0
75

કોલકત્તા, તા.૦૬
કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે દુર્ગા પૂજા પંડાલોને આપવામાં આવનાર ૨૮ કરોડ રુપિયાની સહાય પર પ્રતિબંધ લગાવાવનો આદેશ કર્યો છે. મમતા સરકારે હાલમાં જ રાજ્યની દુર્ગા પૂજા સમિતિઓને આર્થિક મદદની જાહેરાત કરી હતી. મમતાના આ નિર્ણય બાદથી રાજ્યનુ રાજકારણ ગરમાયુ હતું. ત્યારે કોલકત્તા હાઈકોર્ટે દુર્ગા પંડાલ માટે આપવામાં આવનાર આર્થિક સહાયતા પર મંગળવાર સુધી રોક લગાવી દીધી છે. કોલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું કે, દુર્ગા પંડાલ માટે જે સહાયની જાહેરાત કરવામાં આવી છે તે કયા ફંડમાંથી આપવામાં આવશે? આ સંબંધમાં કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સોગંદનામુ રજ કરવા માટે આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી મંગળવારે હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ રાજ્યની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં ૨૮ હજાર દુર્ગા પૂજા સમિતિઓને ૧૦-૧૦ હજાર રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી મમતા બેનર્જી સરકાર પર રુપિયા ૨૮ કરોડનો બોજ પડશે. આ મામલે હવે જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે અને દુર્ગા પંડાલને આપવામાં આવનારી આર્થિક સહાય પર રોક લગાવવા માંગ કરવામાં આવી છે. કોલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા માંગી છે અને કયા ફંડમાંથી દુર્ગા પંડાલોને આર્થિક સહાય કરવામાં આવશે તે અંગે માહિતી આપવા પણ જણાવ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY