ઉ.પ્રદેશમાં હોસ્પિટલમાં મહિલા સાથે આઇસીયુમાં સામૂહિક દુષ્કર્મ

0
7

મહિલાને નશાનું ઇન્જેકશન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું
લખનઉ,તા.૨૫
ઉત્તર પ્રદેશમાં એક મહિલા સાથે હોસ્પિટલના આઇસીયુમાં કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજારાયાની ઘટના સામે આવી છે. મેરઠમાં એક મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના આઇસીયુમાં જ પીડિત મહિલાને નશાનું ઇન્જેકશન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ ત્રણ લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર આચર્યું હતું. પોલીસે આ મામલે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે અન્ય એક આરોપી ફરાર હજી પણ ફરાર છે.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના આઇસીયુમાં સૌ પ્રથમ એક નર્સે મને નશાનું ઇન્જેકશન આપ્યું હતું ત્યારબાદ ત્રણ વ્યક્તિ્એ મારી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં જ્યારે મને ભાન આવ્યું તો મેં જાયું કે એક વોર્ડ બોય મારી સાથે પલંગ પર સૂઇ રહ્યો છે. મેં બૂમાબૂમ કરી અને જ્યાં સુધી મારા પતિ અંદર આવ્યા ત્યાં સુધીમાં તે ફરાર થઇ ગયો હતો.
પોલીસે કલમ ૩૭૬ હેઠળ નિયાઝૂ, અશોક મલિક, શાદાબ અને નર્સ લક્ષ્મી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને તેના રિપોર્ટની રાહ જાવાઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY