એક તરફ,ગુજરાતની જનતા મોંઘવારીમાં પિસાઇ રહી છે,દેવાદાર ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે,કચ્છ સહિતના વિસ્તારમાં પીવાનુ પાણીય નથી, ગુજરાતનુ પ્રત્યેક બાળક રૃ.૪૦ હજારના દેવુ લઇ જન્મે છે.
ખુદ સરકારનું કરોડો રુપિયા દેવુ છે. જયારે બીજી બાજુ,ભાજપના શાસકો વિકાસની દુહાઇ આપી પ્રજાના પરસેવાના પૈસે સાહ્યબી ભોગવી રહ્યાં છે.ભાજપ સરકારે રૃ.૧૫૦ કરોડની વધુ કિંમતનું લક્ઝુરિયસ પ્લેન ખરીદવા નિર્ણય કર્યો છે જેના ભાગરુપે રાજ્ય એવિએશન વિભાગે ગ્લોબલ ટેન્ડર બહાર પાડયાં છે.
જેટ પ્લેન ખરીદવા ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં, એવિએશન વિભાગે પ્લેન ખરીદવા તૈયારીઓ કરી
રાજ્ય એવિએશન વિભાગે ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને એજન્સીઓને આમંત્રણ આપ્યુ છે. ગુજરાત સરકારે મિડિયમ સાઇઝ જેટ એરક્રાફ્ટ ખરીદવા નક્કી કર્યુ છે.આ ડબલ એન્જિનનુ જેટ પ્લેન હશે.એટલુ જ નહીં,ટેન્ડરની શરતો અનુસાર,૧૬ જણાં બેસી શકે તેવી બે બિઝનેસ ક્લાસ કેબિન હશે.આ ઉપરાંત વીવીઆઇપી માટે કલબ ચેર સહિત સેટેલાઇટ ફોન,સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ,એલસીડી સ્ક્રીન,વાઇફાઇ સહિતની પ્લેનમાં સુવિધા હશે.
વિમાની મુસાફરી મહાનુભાવોના ચા,નાસ્તા માટે અલાયદુ રિફ્રેસમેન્ટ સેન્ટર હશે જેમાં માઇક્રોવેવ,મિનિ ફ્રિજ,ટી-કોફી મેકર ઉપલબ્ધ હશે. જેટ પ્લેનમાં અલાયદો વીવીઆઇપી ઝોન હશે જયાં કોન્ફરન્સ કરી શકાય.૧૦ વર્ષની આવરદા હોય તેવા પ્લેનની પસંદગી કરવામાં આવનાર છે.
ગ્લોબલ ટેન્ડર ભરવાની આખરી તારીખ ૩૦મી ઓક્ટોબર છે. ઉલ્લેખનીય છેકે, લેટેસ્ટ મોડેલના જેટપ્લેનમાં એક નહીં,પણ બે પાયલોટ હશે. એવિએશન વિભાગે એવી પણ શરત મૂકી છેકે, જેટપ્લેન બર્ફિલા વાતાવરણમાં ય ઉડી શકે તેવુ હોવુ જોઇએ.
ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના પગાર વધારા બાદ ફરી ભાજપના શાસકોને હવાઇયાત્રા માટે લેટેસ્ટ મોડલનુ જેટપ્લેન ખરીદવાનો શોખ જાગ્યો છે. આ એજ વિકાસશીલ ગુજરાત છેકે,જેનુ જાહેરદેવુ વધીને રૃ.૨,૧૭,૩૩૮ કરોડ થયુ છે.વર્ષે ભાજપ સરકારે જાહેરદેવાના વ્યાજપેટે રૃ.૧૨,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ ચૂકવે છે.એટલું જ નહીં,રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં જ બજારમાંથી રૃ.૨૮,૦૦૦ કરોડની લોન ૭.૧૭ ટકાના વ્યાજદરેથી લીધી છે.
સરકારની તિજોરીની આ દશા છે તે ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં સરકારી માલિકીનુ જે પ્લેન છે તેના મેઇનટેનન્સ -પાયલોટના પગાર પાછળ જ ભાજપ સરકારે રૃ.૧૦.૫૨ કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાતની જનતા અનેકવિધ પ્રશ્નોથી પિડીત છે ત્યારે સરકારને પ્રજાકીય સમસ્યાઓ ઉકેલવાને બદલે પ્રજાના પૈસે રાજકીય સુખસાહ્યબી ભોગવવાની વધુ પડી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



