૫૭ વર્ષ બાદ મુંબઈમાં વિધાનમંડળું શિયાળુ સત્ર સોમવારથી શરુ થશે..!!

0
28

મુંબઈ,તા.૧૭
લગભગ ૫૭ વર્ષ બાદ મુંબઈમાં વિધાનમંડળનું શિયાળુ સત્ર યોજાશે, જે સોમવારથી શરૂ થવાનું છે. માત્ર આઠ દિવસનું આ સત્ર મરાઠા આરક્ષણ, દુષ્કાળ અને વાઘણ અવનીની હત્યાના મુદ્દાઓ સાથે ગાજશે, તેમ લાગી રહ્યું છે. ગુરુવારે બૅકવર્ડ ક્લાસ કમિશને રાજ્ય સરકારને મરાઠા સમાજને આરક્ષણ આપવાની ભલામણ કરતો અહેવાલ આપ્યો હતો. બહુ લાંબા સમયથી મરાઠા આરક્ષણની માગ કરવામાં આવી રહી છે. કમિશને આ સમાજની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક હાલત પછાત હોવાનો અને તેમને વિશેષ મદદની જરૂર હોવાનું તારણ અહેવાલમાં નોંધ્યું છે. મરાઠા સમાજને આરક્ષણની માગ સાથે આંદોલન કર્યું હતું ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કમિશનનો અહેવાલ આવતા જ વિશેષ સત્ર બોલાવી નિર્ણય લેવાની ખાતરી આપી હતી. સોમવારથી શિયાળુ સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દો સૌથી પહેલો ચર્ચાશે તેમ માનવામાં આવે છે.
આરક્ષણની માગ સાથે છ વિધાનસભ્યએ પણ રાજીનામાની વાત કરી હતી, જાકે પ્રત્યક્ષરૂપે માત્ર શિવસેનાના વિધાનસભ્ય હર્ષવર્ધન જાધવે જ રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં મરાઠા સમાજની બહુ મોટી સંખ્યા હોવાથી અને તેમને કમિશનની ભલામણનું પીઠબળ મળ્યું હોવાથી સરકારે નિર્ણય લેવો જ પડશે. ગુરુવારે ફડણવીસે મરાઠાઓને પહેલી ડિસેમ્બરે ઉજવણી કરવાની તૈયારી કરવા જણાવ્યું હતું. જાકે આ અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજ્યમાં અપૂરતા વરસાદને લીધે દુષ્કાળની સ્થિતિ ગંભીર બની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY