૪ મહિનામાં બીજા કેસ સામે આવ્યો
મદ્રાસ,તા.૨
આઈઆઈટી મદ્રાસના પીએચડી સ્કાલર હોસ્ટેલમાં રહેતી ૨૫ વર્ષની છોકરીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો છે. મૃત રંજના કુમારી ઝારખંડની રહેવાસી હતી અને વર્ષ ૨૦૧૭માં તેણે આઈઆઈટી મદ્રાસ જાઈન કર્યુ હતુ. રંજના મેટલર્જી અને મટિરિયલ સાયન્સમાં પીએચડી માટે કામ કરી રહી હતી.
રંજનાના માતા પિતા તેના પૂરા બે દિવસ સુધી કાલ કરતા રહ્યા પરંતુ કોઈએ ઉઠાવ્યો નહિ ત્યારબાદ જ્યારે તેમણે અન્ય સાથીઓને ફોન કર્યો તો રંજનીના રૂમનો દરવાજા ખોલાવવામાં આવ્યો. અહીં રંજનાનો મૃતદેહ હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ૪ મહિનામાં આઈઆઈટી મદ્રાસના કેમ્પસમાં આ બીજી આત્મહત્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં કેરલના રહેવાસી કોરનાથે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસનું કહેવુ છે કે રૂમમાંથી ઘણી દૂર્ગંધ આવી હતી જેનાથી સ્પષ્ટ છે કે રંજનાએ થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી.
આઈઆઈટી મદ્રાસમાં કુલ ૧૮ હોસ્ટેલ છે. પોલિસ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલિસનું કહેવુ છે કે રંજના ૩૧ ડિસેમ્બરની રાતે નવા વર્ષના સેલિબ્રેશન માટે પણ રૂમમાંથી બહાર નીકળી નહોતી. જા કે રંજના કોઈ તણાવમાં હોવાની વાતથી બધાએ ઈનકાર કર્યો છે. તો તેણે આત્મહત્યા જેવુ પગલુ કેમ ભર્યુ તે વિશે પોલિસ તપાસમાં લાગેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



