ગાર્ડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ખાદી મેળો યોજાયો
નવસારી, તા.૩૧
નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિ.કરાડી તથા નવસારી-જલાલપોર તાલુકા ગાંધી વિચારસભાના સંયુકત ઉપક્રમે ગાંધી ૧૫૦ સાર્ધ શતાબ્દિક વર્ષની ઉજવણી અંતર્ગત નવસારી ખાતેની ગાર્ડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા કલેકટર ડા÷.એમ.ડી.મોડિયાએ ખાદી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટર સાથે સ્વાતંત્ર્ય સેનાની શ્રી દિનકરભાઇ દેસાઇ, ડા÷.ઇન્તેખાબ અન્સારી, શ્રી ગફુરભાઇ બીલીખીયા, શ્રી રણજીતભાઇ દેસાઇ, શ્રી નટુભાઇ નાયક, માજી આચાર્ય શ્રી ભૂપતભાઇ દેસાઇ, શ્રીમતી રેણુકાબને ચોકસી, આચાર્ય શ્રી દિનાબેન દેસાઇ, એપીએમસીના ચેરમેન શ્રી આશીષભાઇ નાયક, નવસારી નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઇ પટેલ, શ્રી એ.ડી.પટેલ, ગાર્ડા કોલેજના ચેરમેન શ્રી દારા દેબુ, માજી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન ઉપસ્થિત રહયાં હતાં.
ખાદી મેળાનો પ્રારંભ કરતા કલેકટર ડા÷.એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે, ખાદી મેળાનું સમયાંતર આયોજન થાય છે. ખાદીના મૂળમાં નબળા વર્ગના લોકોને રોજગારી મળે અને તેમનું જીવન ધોરણ બદલાય તેની સાથે સાથે ખાદીના મૂલ્યનો પ્રચાર પ્રસાર થાય એવો ઉમદા હેતુ રહેલો છે. ખરેખર સાચા અર્થમાં સમાજના નાના માણસને મદદ કરવાની શ્રેષ્ઠ ભાવના રહેલી છે. ગામડાંમાં વસેલા ગ્રામ સમાજની ભાવનાને પ્રોત્સાહિત કરવાની ભાવના રહેલી છે. ગામ લોકોની સ્વાવલંબનની ભાવના ખાદી મેળામાં રહેલી છે. નવસારી જિલ્લા જેવી એકતાત્મકની ભાવના મે બીજે કયાંય જાઇ નથી. આ પ્રક્રિયા સતત ચાલતી રહી એ માટે શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે ગાંધીના વિચારોને જીવતં રાખવા ખૂબ જરૂરી છે. જેથી આવનારા પેઢીને આ ગાંધી વિચારો આપવા જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રા.ઇન્તેખાબ અન્સારીએ ગાંધી વિચાર અંગે વકતવ્ય આપ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની શ્રી દિનકરભાઇ દેસાઇએ આશીર્વચનો પાઠવ્યા હતાં. પ્રારંભમાં શ્રી નટુભાઇ નાયકે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરી આવકારતા જણાવ્યું કે, પૂ.ગાંધી બાપુની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી નિમિતે સાર્ધ શતાબ્દિ ઉજવણી નિમિત્તે ગાંધી વિચાર ટ્રસ્ટ ઘ્વારા અનેક કાર્યક્રમો કર્યા છે. નવસારી-જલાલપોર વિસ્તારમાં ગાંધી વિચાર મંડળ ઉભુ કરી ગાંધીજીના ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારે ગાંધી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ૨૦ ટકા વળતર અપાશે. વિશેષ સંસ્થા ઘ્વારા ૫ ટકા વધારાનું વળતર અપાશે. વળતર વધારે સમય સુધી આપવા શ્રી નટુભાઇએ રજૂઆત કરી હતી. નવસારીના લોકો લાભ લે તે અનુરોધ કર્યો હતો. અંતમાં વાપીના ગાંધીપ્રેમી શ્રી ગફુરભાઇ બિલખીયાએ આભારદર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.જશુભાઇ નાયકે કર્યુ હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




