મહીસાગર,તા.૨૮
રાજ્યમાં અવાર જૂથ અથડામણના અહેવાલો મળતા હોય છે, ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ફરીથી જૂથ અથડામણ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગામના એક જ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ ઘટનામાં ૨ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાને પગલે ૧૬ લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, બાલાસિનોરમાં ફરી એકવાર ફરી એક જ કોમના ૨ જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બાલાસિનોર ટાઉન વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો, જેમાં લગ્નમાં પૈસાની લેવડ દેવડને લઈ એક જ કોમના ૨ જૂથ આમને સામને આવી ગયા હતા. આ ઘટનામાં બે જૂથો ઝઘડતા ૨ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ પોલીસને કરાતા તાબડતોડ રીતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. હાલ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં ઘાયલ થયેલા બે વ્યક્તિઓને લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી બાજુ બાલાસિનોર પોલીસે આ ઘટનામાં હુમલો કરનાર ૧૬ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



