પ્લેનમાંથી કોઈ ચમકતી વસ્તુ પડી હોવાની ચર્ચા, ગામ લોકો ચિંતિત

0
23

મોરબી,તા.૨૮
પુલવામામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની બોર્ડરમાં ઘુસી જૈશ એ મોહમ્મદનાં આંતકવાદી અડ્ડાઓનો સફાયો કર્યો હતો. જે બાદ દેશભરમાં લોકો આ જ વાતની ચર્ચા કરી રહ્યાં છે. ત્યારે એટલે કે બુધવારની મોડી સાંજે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પીપળી, વાંકાનેર અને માળિયા તાલુકનાં કેટલાક ગામમાં આકાશમાં પ્લેનમાંથી કોઈ ચમકતી વસ્તુ નીચે પડી હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. સમગ્ર ઘટનાની જાણ કેટલાક લોકોએ પોલીસને કરતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
એસપી કરનરાજ વાઘેલાની આગેવાનીમાં એસઓજી સિહતનાએ ગામની વાડી વિસ્તારમાં ફરી વળ્યો હતો અને ચેકિંગ કર્યું હતું. જા કે કોઈ શંકાસ્પદ ચીજ મળી ન હતી. જેથી કશું વાંધાજનક ન મળ્યું હોવાનું સતાવાર રીતે જણાવી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું ભારપૂર્વક વાઘેલાએ જણાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે એરફોર્સના ફાઇટર પ્લેન નીચી સપાટીએ કવાયત કરતા અગનગોળો દેખાયો છે. અમે એરફોર્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને પછી આ નિષ્કર્ષ પર આવ્યાં છીએ.
આ બાબતની વાંકાનેર સીટી પીઆઇ એમ.વી.ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આકાશમાં ફાઈટર જેટ ફૂલ સ્પીડમાં જતાં હોય ઘણી વખત આવા તિખારા જાવા મળે છે કોઈ ચિંતાનો વિષય નથી. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને બારીકાઈથી નિરીક્ષણ કરેલ છે અને કંઈ આપત્તિજનક દેખાતું નથી. આ સાથે જ ખોટી અફવાઓથી દુર રહેવા જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY