પત્નીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ કરી નિર્મમ હત્યા

0
39

મહીસાગર,તા.૧૮
પ્રેમ આંધળો હોય છે તેવું કહેવાય છે. કેટલાક લોકો લગ્ન બાદ પણ પોતાના જીવનસાથીને દગો આપતા હોય છે અને આ દગો ક્યારેક માણસની અંદર ગુસ્સાનો એવો જ્વાળા ભરી નાંખે છે કે આડા સંબંધોમાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમવી બેસે છે. કંઇક આવું જ મહીસાગર જિલ્લામાં પણ બન્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પ્રેમીને ઘરે બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્ની દ્વારા મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર તાલુકાના વેણા ગામે આડા સંબંધની આડમાં ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લાશને રસ્તા પર ફેંકી દેતા ચકચાર મચી હતી. વેણા ગામના રહીશ રમેશભાઈ નાયકની પત્ની સાથે પ્રેમ સંબંધમાં રાયસિંગભાઈ કટારાને રાત્રીના સમયે પોતાના ઘરે બોલાવી અને ત્યાર બાદ શયન સુખ માટે તૈયાર કરી પતિ અને તેની પત્ની દ્વારા ગુપ્તાંગના ભાગમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે.
વેણા ગામે હત્યાની જાણ સ્થાનિક લોકો દ્વારા સંતરામપુર પોલીસને કરતા સંતરામપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇ તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર પતિ પત્નીની ધરપકડ કરી કડક પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકાલયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY