સુરત,તા.૧૮
જેલમાં કેદીઓ દ્વારા આત્મહત્યાના પ્રયાસો કરવાની ઘટનાઓ છાસવારે બને છે. સુરતની લાજપોર લિલ્લા જેલમાં એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને ૨૪ કલાક બાદ જેલ તંત્ર દ્વારા કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા આખી ઘટના બહાર આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતની લાજપોર જિલ્લા જેલમાં એક કેદીએ ૨૪ કલાક પહેલા પોતાના બેરેકમાં જ ટી-શર્ટ નાંખી જાત જલાવાનો પ્રયત્ન કર્યો હતો. જાકે, તરત જ જેલના સિહાઇઓ આવી પહોંચતા તેને બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જેલમાં જ રાખવામાં આવ્યો હતો. જાકે, તેની તબિયત વધારે લથડતા તેને ઘટનાના ૨૪ કલાક બાદ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે કેદીએ બીમારીથી કંટાળીને પગલુ ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાના ૨૪ કલાક બાદ કેદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લવાતા સમગ્ર ઘટનાની પોલ ખુલી ગઇ હતી. સાથે સાથે જેલમાં કેદીઓની સુરક્ષા અંગે પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




