ખેડૂતો આનંદો…કડાણા ડેમમાંથી પાણી છોડાયું

0
50

મહીસાગર,તા.૧૯
દુષ્કાળની સ્થિતિ વચ્ચે રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. શિયાળુ પાક તેમજ ઘાસચારા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાને નિર્ણયને કારણે સાત જિલ્લાના ખેડૂતોને તેનો લાભ મળશે.
ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે. હાલ કડાણા ડેમમાંથી ૭૫૦ ક્્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાનો લાભ મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિતના ૭ જિલ્લાના ખેડૂતોને મળશે.
શિયાળુ પાક જેવા કે જીરૂ, ચણા અને ઘઉંને બચાવી શકાય તેમજ ઘાસચારા માટે સિંચાઈ વિભાગે પાણી છોડવાનો નિર્ણય લીધો છે. હાલ કડાણા ડેમની સપાટી ૪૦૧.૧૦ ફૂટ છે. પાણી છોડવાને નિર્ણયને કારણે ખેડૂતોને તેમનો પાક બચાવવામાં મદદ મળશે.
ખેડૂતો માટે પાણી છોડવાના નિર્ણયની સાથે સાથે સરકાર તરફથી આકસ્મિક સેવાઓ માટે મંગળવારથી ૧૧૨ હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇનનો સીએમ વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભા ખાતે હેલિપેડ ગ્રાઉન્ડથી સીએમ રૂપાણીએ આ સેવાનો શુભારંભ કર્યો હતો. આ સેવા શરૂ થયા બાદ પોલીસ, ફાયર, અભયમ્‌, આરોગ્ય સેવાઓ, પશુ હેલ્પલાઈન માટે ૧૧૨ હેલ્પલાઈન નંબર જ ડાયલ કરવાનો રહેશે. પ્રાથમિક તબક્કે ગીર સોમનાથ, મોરબી, અરવલ્લી, છોટા ઉદેપુર, દેવ ભૂમિ દ્વારકા, બોટાદ, મહીસાગર જિલ્લામાં આ સેવા શરૂ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY