તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો હાજર રહેશે
આહવા, તા.૧૮
આગામી તા.૧૯/ર/ર૦૧૯નાં રોજ ડાંગ જિલ્લા સાપુતારા ખાતે આવેલી સાંદીપની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, સવારે ૧૧ થી સાંજના પ વાગ્યા દરમિયાન એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભુસારા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાની તમામ સરકારી, ગ્રાંટેડ, નોન ગ્રાંટેડ, સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો, તથા આચાર્યો માટે હું બનુ જ્યોતિર્ધર વિષયક એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમા વાંચે ગુજરાત અભિયાનના પ્રેરક શ્રી મહાદેવભાઇ દેસાઇ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. આ શિબિરમાં જિલ્લાના સૌ શિક્ષકો તથા આચાર્યોને જાડાવા માટે અનુરોધ કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




