મહુવા ગામે દિપડો દેખાતા લોકોમાં ભય : પશુનો શિકાર કર્યો

0
19

મહુવા,તા.૯
મહુવા તાલુકાના બારતાડ ગામે છેલ્લા કેટલાય મહિનાઓથી દીપડાના દેખાવાના તેમજ પાલતુ પશુ પર શિકારના બનાવો બની રહ્યા છે. દરમિયાન પુનઃ દીપડાએ ગત રાત્રી દરમિયાન કોઠારમાં ઘૂસી પાલતુ પશુને શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે, દીપડો નાઈટ વિજન કેમેરામાં કેદ થઈ ગયો છે અને વન વિભાગને પાંજરું મુકવા માટે રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજમ મહુવા તાલુકાના ગામોમાં દીપડાના આંતકના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી મહુવા તાલુકાના બારતાડ ગામમાં દીપડાએ કેટલાક પાલતુ પશુઓને શિકાર બનાવ્યા હતા. જેને લઈ ગ્રામજનોમાં ભયની સાથે ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.ગ્રામજનો દીપડાના હુમલાના અગાઉના બનાવો ભૂલ્યા નથી ત્યાં ગતરાત્રી દરમ્યાન ફરી એક દીપડો શિકારની શોધમાં બારતાડ ગામે આવી પહોંચ્યો હતો અને ગોડધરા ફળિયામા રેહતા પશુપાલક દેવાભાઈ શામળજી આહિરના કોઠારમાં ઘૂસી પાલતુ પશુનો શિકાર કરી મારણ કર્યું હતું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતા દીપડાના આ આંતક અંગે સરપંચને જાણ કરી હતી.
સરપંચ દ્વારા ઘટના અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને દીપડાને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY