ન્યાય યોજનાના પૈસા માલ્યા-મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશેઃ રાહુલ ગાંધી

0
60

કોંગ્રેસ અધ્યક્ષે જનસભા સંબોધી મોદી સરકાર પર પ્રહારો કર્યા
મોદી અદાણી-અંબાણીના ચોકીદાર, અમારી સરકારોએ ખેડૂતોનું દેવું માફ કર્યું ગુજરાત સરકારે ન કર્યું,પાકવીમામાં ખેડૂતો નહીં કંપનીઓ કમાઈ રહી છે,કોંગ્રેસ સરકાર આવશે તો બે બજેટ બનાવીશું,નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરી અર્થવ્યવસ્થા ખોરવી નાંખી
મહુવા,તા.૧૫
લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી આજે ગુજરાતના મહુવા ખાતે પહોંચ્યા. અહીંથી તેમણે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા. અહીં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતમે સંબોધન કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશની જનતાએ નરેન્દ્ર મોદીને પુરો ભરોસો કરી પ્રધાનમંત્રી બનાવ્યા. ખાસ ગુજરાતની જનતાએ ૨૬માંથી ૨૬ બેઠકો જીતાવી પ્રધાનમંત્રી બનાવ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઈક કરીને બતાવશે પણ એવું કંઈ થયું નહીં. તેમણે ઉદ્યોગપતિની વાત કરી પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, રોજ સાંભળીએ છીએ કે ઉદ્યોગપતિઓનો કર્ઝ માફ થઈ ગયો. રોજ આવા સમાચાર આવે છે.
તેમણે પીએમ નરેન્દ્ર મોદીના ૧૫ લાખ રૂપિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૧૫ લાખ આપવાનો મોદીનો આઈડિયા સારો હતો પણ ખોટો હતો. વધુમાં તેમણે નોટબંધી અને GSTને ગબ્બરસિંહ ટેક્સ સાથે સરખાવી આલોચના કરી હતી.
તેમણે ન્યાય યોજનાની વાત કરતા કહ્યું કે, ૭૨,૦૦૦ રૂપિયાની નવી યોજના અને ૫ કરોડ પરિવારના ખાતામાં ડાયરેક્ટ જમા થશે. અમે ૭૨ હજાર આપીશું એટલે જાદુ શરૂ થઈ જશે. ન્યાય યોજના બાદ કોઈની આવક ૧૨,૦૦૦થી ઓછી નહીં હોય. તેમણે ભારતમાં પોતાની સરકાર આવશે તો ઈન્કમટેક્સ નહીં વધારે તેવું જણાવ્યું હતું. દેશમાં અનેક ધંધાઓ બંધ પડ્યા છે. તેમણે પોતાની નવનિર્વાચિત સરકાર છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોનું કર્ઝ માફી કર્યું હોવાનું કહ્યું હતું.
તેમણે મેહુલ ચોક્સી, નિરવ મોદી અને વિજય માલ્યાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે આ તમામ ભાગેડુઓ જેલમાં નથી. બેંકથી લોન લીધી આમ છતાં તેઓ જેલ નથી જતા, પણ હિન્દુસ્તાન અને ભારતનો ખેડૂત ૩૦,૦૦૦ની લોન લે અને પરત ન કરી શકે તો તેને જેલમાં મોકલવામાં આવે છે. કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે અલગ બજેટ હશે. ખેડૂતોને બોનસ મળશે. તેમણે પાકવીમાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પાકવીમાના નામે વીમા કંપનીઓને ફાયદો છે.
રાહુલ ગાંધીએ આ સિવાય રફાલ મુદ્દાને લઈ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોદી બે જાતના હિન્દુસ્તાન ઈચ્છે છે. તેમણે વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, આ અદાણી અંબાણીના ચોકીદાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY