ભરૂચ સિવિલમાં આજે બનેલી એક હાસ્યાસ્પદ ઘટનામાં એક બાઈક ચાલક પોતાની પત્નીને લઈ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ઘુસ્યા એ પણ બાઈક સાથે ઘુસતા સિવિલ પર હાજર પોલીસ કર્મી એ ત્યાં દોડી આવી બાઈક ચાલક દંપતીને બાઈક સમેત બહાર કાઢ્યા હતા ત્યારે આ ઘટના જોનારા સૌ હસવા લાગ્યા હતા.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બપોરના સુમારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક કાકા પોતાની પત્નીને લઈને સિવિલ ઉપર આવ્યા તે દરમિયાન બાઈક લઈ આવેલા કાકા દ્વારા બાઈકને પાર્કિંગમાં પાર્ક કરવાને બદલે બાઈકને લઈને સીધા ભરૂચ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં અંદર ઘુસી ગયા હતા.બાઈક લઈને અંદર આવતાજ બે મિનિટ માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.જોકે સિવિલ પર હાજર પોલીસ કર્મી જસવંતભાઈ દ્વારા આ કાકાને સમજાવીને બાઈક સાથે સિવિલ હોસ્પિટલની બહાર કઢાય હતા.
આ ઘટના બનતાની સાથે ત્યાં હાજર કેટલાય લોકો તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.ત્યારે લોકોના મુખે એકજ વાત સંભળાતી હતી કે આવા પણ નમૂના હોય છે આપણા દેશમાં ….?!
બ્યુરો: જંગ એ ગુજરાત ,ભરૂચ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






