કેન્દ્ર કાળા નાણાં વિરુદ્ધ અભિયાન ચલાવી રહી હોવા છતાં 2017માં સ્વિસ બેંકોમાં જમા રકમ વધી
-ભારતીયોનાં ‘નાણાં’ 50 ટકા વધી 7000 કરોડ, વિદેશમાં કાળું નાણું જતું અટકાવવાના સરકારના પ્રયાસને આંચકો
સ્વિસ બેંક ખાતાઓમાં ભારતીયોએ જમા કરાવેલી રકમમાં 2011માં 12 ટકા, 2013માં 43 ટકા, 2017માં 50.2 ટકાની વૃદ્ધિ જોવા મળી
કાળું નાણું પાછુ લાવવાની મોદી સરકારની યોજનાનો ફિયાસ્કો: 2016માં રૂ. 4500 કરોડ જમા થયા હતા
૨૦૧૭માં સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાવેલી રકમ વધીને ૭૦૦૦ કરોડ રૃપિયા(૧.૦૧ અબજ સ્વિસ ફ્રાન્ક) થઇ છે. આ રકમ ૨૦૧૬ની સરખામણીમાં ૫૦ ટકા વધુ છે. આ સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવતી રકમમાં ઘટાડો થવાના વલણને બ્રેક વાગી છે. બેન્કિંગ વ્યવહારો ગુપ્ત રાખવા માટે જાણીતા સ્વીટ્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલી રકમમાં એવા સમયે વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ભારત વિદેશમાં કાળું નાણું જમા થતાં રોકવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. સ્વિસ નેશનલ બેંક(એસએનબી)ના વાર્ષિક આંકડાઓ મુજબ ૨૦૧૬માં ભારતીયોએ સ્વિસ બેંકના ખાતાઓમાં જમા કરાવેલી રકમ ૪૫૦૦ કરોડ રૃપિયા હતી. જે ૨૦૧૫ની સરખામણીમાં ૪૫ ટકા ઓછી હતી. એસએનબીના આંકડા અનુસાર ભારતીયો દ્વારા ૨૦૧૭માં સ્વિસ બેંક ખાતાઓમાં જમા કરાવેલી રકમ ૬૮૯૧ કરોડ રૃપિયા હતી. સ્વિસ બેંક ખાતાઓમાં ભારતીયોેએ જમા કરાવેલી રકમમાં ૨૦૧૧માં ૧૨ ટકા, ૨૦૧૩માં ૪૩ ટકા, ૨૦૧૭માં ૫૦. ૨ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ અગાઉ ૨૦૦૪માં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણાંમાં ૫૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે થોડાક જ મહિના પહેલા કાળા નાણાંના દૂષણને દૂર કરવા માટે ભારત અનેે સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે માહિતીની આપલે કરવા માટે એક સમજૂતી કરવામાં આવી હતી. આ દરમિયાન ૨૦૧૭માં સ્વિટ્ઝરલેન્ડની બેંકોનોે નફો ૨૫ ટકા વધીને ૯.૮ અબજ ફ્રાન્ક થઇ ગયો છે. ૨૦૧૬માં આ નફો ઘટીને ૭.૯ અબજ ફ્રેન્ક હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭ સુધી સ્વિસ બેંકોમાં નાણાં જમા કરાવનારા ટોચના ૫૦ દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. રશિયા ૧૭.૬ અબજ સીએચએફ(સ્વિસ ફ્રાન્ક) સાથે ૧૭માં ક્રમે છે. ચીન ૭.૪ અબજ સીએચએફ સાથે ૨૮માં ક્રમે છે. ૪.૮ અબજ સીએચએફ સાથે બ્રાઝીલ ૩૭માં સ્થાને અને દક્ષિણ આફ્રિકા ૨.૨ અબજ સીએચએફ સાથે ૬૦મા ક્રમે છે. સ્વિસ બેેંકોમાં પાક.ના નાગરિકોનું જમા નાણું ઘટયું પણ ભારત કરતા વધારે, 2017માં પાક. નાગરિકોની જમા રકમ 21 ટકા ઘટીને 7700 કરોડ રૃપિયા ૨૦૧૭માં પાકિસ્તાનના નાગરિકો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરવામાં આવેલી ૨૧ ટકા ઘટીને ૭૭૦૦ કરોડ(૧.૧૧૫ અબજ સ્વિસ ફ્રાન્ક) રૃપિયા હતી. જો કે આમ છતાં આ રકમ ભારતના નાગરિકો દ્વારા જમા કરાવવામાં આવેલી રકમ કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં ભારતીય નાગરિકો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવેલી રકમ ૭૦૦૦ અબજ રૃપિયા(૧.૦૧ સ્વિસ ફ્રાન્ક) હતી. ૨૦૧૬માં પાકિસ્તાનીઓ દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવેલી રકમ ૯૫૦૦ કરોડ રૃપિયા હતી. સ્વિટ્ઝરલેન્ડની મધ્યસ્થ બેંક એસએનબી(સ્વિસ નેશનલ બેંક) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય નાગરિકો કરતા વધિ રકમ સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવે છે. ૨૦૧૭માં સ્વિટ્ઝરલેન્ડની બેંકોનોે નફો ૨૫ ટકા વધ્યો
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





