અલ્પસંખ્યક વિભાગના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું
ન્યુ દિલ્હી,તા.૧૦
અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આગામી વર્ષે મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ‘મેહરમ’ (પુરૂષ સંબંધી) વગર હજ યાત્રા પર જઇ શકે છે. નકવીએ હજ સાથે જાડાયેલા સંગઠનોના પ્રતિનિધિયો સાથે અહીં બેઠકની અધ્યક્ષતા કરી જણાવ્યું કે ભારતીય હજ સમિતિને અત્યાર સુધી ૨૦૧૯ની હજ યાત્રા માટે ૨ લાખ ૨૩ હજાર આવેદન મળ્યા છે.
તેમના કાર્યાલય દ્વારા રજૂ કરેલા નિવેદનમાં તેમના હવાલાથી જણાવવામાં આવ્યું કે તેમાંથી લગભગ ૪૭ ટકા સ્ત્રીઓ છે. હજ અરજી પ્રક્રિયા સાત નવેમ્બર ૨૦૧૮થી શરૂ થઇ હતી અને તેની છેલ્લી તારીખ ૧૨ ડિસેમ્બર છે. નકવીએ જણાવ્યું કે બે હજારથી વધુ મહિલાઓએ ૨૦૧૯ માં ‘મેહરમ’ વગર હજ જવા માટે અરજી કરી છે અને આ સંખ્યામાં વધારો થયો છે.
તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૮માં પ્રથમ વખત કેન્દ્ર દ્વારા મેહરમ વગર હજ જવાવાળી મહિલાઓ પર લાગેલા પ્રતિબંધો દૂર કરાયા હતા અને આશરે ૧૩૦૦ મહિલાઓ કોઈ પુરુષ સંબંધી વગર હજ યાત્રા પર ગઇ હતી. નકવીએ જણાવ્યું કે તેમને લોટરી સિસ્ટમથી છૂટ આપવામાં આવી છે અને ૧૦૦ કરતાં વધુ મહિલા હજ સમન્વયકો અને હજ સહાયિકોને ભારતીય મહિલા હજ યાત્રિયોની મદદ માટે તૈનાત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી પ્રથમ વખત ભારતથી રેકોર્ડ એક લાખ ૭૫ હજાર ૨૫ મુસ્લિમ ૨૦૧૮માં હજ પર ગયા અને તે પણ સબસીડી વગર. હજ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવાથી સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે મદદ મળી છે. હજ ૨૦૧૯ માટે લગભગ એક લાખ ૩૬ હજાર ઓનલાઈન અરજીઓ પ્રાપ્ત થઈ છે અને ખાનગી પ્રવાસીઓ માટે આૅનલાઇન પોર્ટલનું પણ સંચાલન થઇ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



