પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે વ્યારા ખાતે પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત કરી

0
35

તાપી જિલ્લાના પ્રવાસે આવેલા રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે સર્કિટ હાઉસ વ્યારા ખાતે જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રનિક મીડીયાના પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી.

મુલાકાત દરમિયાન મંત્રી પટેલે મીડીયાકર્મીઓ સાથે વાત કરતા તેમના પ્રવાસનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા, જિલ્લામાં ચાલતા વિકાસ કામો અંગે માહિતગાર થવા, સંગઠનના કાર્યકરો સાથે વાર્તાલાપ તથા જિલ્લાના વિશિષ્ઠ મહાનુભાવો સાથે મુલાકાત જેવા મુદ્દાઓને લઇને જિલ્લાની મુલાકાતે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને જિલ્લાને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ શકાય એ માટેના સૂચનો સદા આવકાર્ય છે એમ જણાવ્યુંહતું. શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લાના પત્રકારોએ પણ મંત્રીને કેટલાક સૂચનો કર્યા હતા.

શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી પટેલે વ્યારા ખાતે મિંઢોળા નદી પર બનાવવામાં આવેલા અને તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ મુલાકાત લીધી હતી.

ઉપરાંત તેમણે વ્યારા ખાતે આવેલી ગ્રામ સેવા સમાજ સંસ્થાના પ્રમુખ અને સામાજીક અગ્રણી ગણપતભાઇ ગામીતની મુલાકાત કરી તેમને પુસ્તક ભેટ આપી વાર્તાલાપ કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY