ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે દેશી દારૂ ઝડપી સ્થાનિક પોલીસ ને દોડતી કરી.

0
122

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોહીબિશન અને મિલકત સંબંધી ગુન્હા શોધી કાઢવાની બાબતે કડક વલણ અપનાવતા જિલ્લા પોલીસ એલર્ટ બની ગઈ છે.

આજરોજ સવારના દશ ના સુમારે પેરોલ ફર્લો સ્ક્વોડ ચેકીંગમાં હતી તે દરમ્યાન ઝાડેશ્વર ચોકડી પરથી ઝઘડિયા તાલુકા ના માલપુર ગામના સરપંચ ફળીયા ના સુનિલ સુકાભાઈ વસાવા ની માલિકી ની સફેદ રંગ ની ઇકો કાર નંબર GJ16/BK 8554 નું ચેકીંગ કરતા રૂપિયા 4500 નો દેશી દારૂ અને દોઢ લાખ ની ગાડી એમ કુલ મળી 154000/-નો મુદ્દામાલ અને પકડાયેલ આરોપીઓ માં ઇકો કારના કબજેદાર સુનીલ સુકાભાઈ વસાવા તેમજ અમરત પરા નવી નગરી તા. ઝઘડિયા ના રહેવાસી ભુરા શનાભાઈ વસાવા નેપકડી સી ડીવી.ને સોંપવામાં આવ્યો હતો.

આગળ ની તપાસ સી ડીવી.પોલીસ કરશે ત્યારે ઉલ્લેખનીય છે કે પકડાયેલ દેશી દારૂ ની ડિલિવરી પણ ભરૂચ શહેર સી ડીવી.પો.સ્ટે.ની હદમાં વીણા ઠાકોરભાઈ વસાવા કોઠી ફળિયું ઝાડેશ્વર અને મનીષા ભરતભાઈ વસાવા દુબઇ ટેકરી ઝાડેશ્વર માં દારૂ વેચતી બે મહિલા બુટલેગર નેજ આપવાનો હતો એનો મતલબ એ થયો કે સી.ડીવી.નું સર્વેલન્સ કાચું પડ્યું અથવા તેની રહેમ નજર થી સી ડીવી.માં દેશી દારૂ ની હાટડી ચાલતી હતી ત્યારે જોવાનું એ રહે છે કે દારૂ ઇંગ્લિશ હોય કે દેશી પોલીસ માટે સરખો જ ગણાય તો એવી પણ શંકા સેવાઈ રહી છે કે કડક ડીએસપી સી ડીવી.ના ડી સ્ટાફ પર ગાજ વરસાવે તો નવાઈ નહીં

ઉપરોક્ત કામગીરી પેરોલ ફર્લો પીએસઆઇ જે વાય પઠાણ અને તેમની ટિમેં કરી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY