માંડલ,તા.૯
માંડલ તાલુકાના વરમોર ગામે પ્રેમલગ્ન કરનાર યુવકની પોલીસની હાજરીમાં યુવતીના પરિવારજનોએ ગળું કાપી હત્યા કરી હોવાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને લેવા ગયેલા યુવક પર અને પોલીસ પર હુમલો કર્યો હતો. માંડલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
હરેશ સોલંકી નામના યુવકે માંડલના વરમોર ગામની રહેવાસી ઉર્મિલાબા ઝાલા નામની યુવતી સાથે પોલીસની હાજરીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. ગઈકાલે બપોરે હરેશ સોલંકી ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લઇ પોલીસકર્મીઓ સાથે પત્ની ઉર્મિલાને લેવા માટે વરમોર ગામે ગયો હતો.
અભયમના કર્મચારીઓ અને પોલીસે યુવતીના ઘરે જઈ અને બંનેએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સમજાવવા ગયા હતા. બાદમાં તેઓ બહાર આવતા યુવતીના પરિવારજનોએ આ હરેશ આપણી છોકરીને ભગાડીને લઈ ગયો છે. તેને મારી નાખો કહી તેની પર તૂટી પડયા હતા. પોલીસ પર પણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હરેશની જાહેરમાં જ ગળું કાપી હત્યા કરી નાખી હતી. માંડલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



