અમદાવાદ,તા.૪
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત બગડતા તેમના શુક્રવારે રાત્રે યુ.એન. મહેતા હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે તેઓ વાપીથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે તેમની ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. સાથે જ તેમનું બ્લડ પ્રેસર અને સુગર લેવલ પણ વધી ગયું હતું.
ડાયરિયાની ફરિયાદ બાદ શુક્રવારે રાત્રે જ તેમને સારવાર માટે અમદાવાદ ખાતે આવેલી યુ.એન. મહેતા હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો જાવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ વર્ષે અલગ અલગ મુદ્દાઓને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા છે. સ્કૂલ ફી નિર્ધારણ મુદ્દે તેઓ પોતાના નિવેદનને લઈને સતત ચર્ચામાં રહ્યા હતા. તાજેતરમાં સરકારના એક મંત્રીએ નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી દેતા તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. સરકારે જાહેર કરેલી વેકેશનની તારીખોમાં જ પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓ ખૂબ મુંઝવણમાં મૂકાયા હતા. અંતે આ બાબતે શિક્ષણમંત્રીએ નવરાત્રીના વેકેશનની તારીખ બદલવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



