માંડવીના નાની ખાખરમાંથી વિદેશી દારૂ ઝડપાયો

0
23

ભુજ(કચ્છ):

પશ્ચિમ કચ્છ એસપી સાહેબની સુચનાથી અને નાયબ પોલીસ અધિકારી સાહેબ ભુજ-વિભાગ ભુજ-કચ્છ માર્ગદર્શન હેઠળ તથા પો.ઈન્સ. એમ.જે.જલુની સુચનાથી દારૂની હેરા-ફેરી અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી કેશો કરવા સુચના કરેલ જે મુજબ આજ રોજ માંડવી પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી એન.બી.ઝાલા તથા એ.એસ.આઇ. દીપસિંહ એલ. સોઢા, પો.હેડ.કોન્સ. નવીનભાઇ પટેલ, પો.કોન્સ. સુરજભાઇ વેગડા વિગેરે પોલિસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. નવીનભાઇને મળેલ બાતમી આધારે નાની-ખાખર ગામમાં આવેલી સરકારી શાળાની બાજુમાં આવેલ ખંડેર મકાનમાં પ્રોહી અંગે રેઇડ કરતા આરોપી યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. નાની-ખાખર તા.માંડવી વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫૬ કી.રૂા. ૬૨,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવેલ હોઇ જેના વિરૂધ્ધ એ.એસ.આઇ. દીપસિંહ એલ. સોઢાએ પ્રોહિ. કલમ ૬૫-એઇ મુજબ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામની આગળની તપાસ માટે પો.સબ.ઇન્સ. એન.બી.ઝાલાને સોંપવામાં આવેલ છે.

Gautam Buchiya
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY