જેટકો અને પાવર ગ્રીડ કંપની ખેડૂતોને વળતર આપવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર

0
222

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જેટકો અને પાવર ગ્રીડ કંપની ખેડૂતોને વળતર આપવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું*

ભુજ: ગેટકો ૨૨૦ કે.વી., સુઝલોન અને પાવર ગ્રીડ કંપની કચ્છના વિવિધ તાલુકોના ગામમાં કામગીરી માટે કાર્યરત છે પરંતુ આ કંપનીઓ ગરીબ ખેડૂતોને માથાભારે માણસોને સાથે રાખીને ધાક-ધમકી આપી પૂરતો વળતર આપવામાં આવતો નથી હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. આ ફરિયાદને લઈને ન્યાય મળે તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી,અમિત હાથી સહિતના આગેવાનો દ્વારા આજરોજ કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કચ્છ જિલ્લા કલેકટર સમક્ષ ન્યાય મળે અને સઘન તપાસ થાય તેવી માંગણી મૂકી હતી.

કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે તેમાં અબડાસાના ભાચુંડા ગામે જેટકો કંપનીની ૨૨૦ કેવીની લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે કેટલીક લાઇન ખેડૂતોના વાડી ખેતરમાંથી પસાર થાય છે તો ક્યાંક ક્યાંક ખેડૂતોને કાયદા મુજબ વળતર ચૂકવવામાં આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહી છે, અનુસૂચિત જાતિના ખેડૂતોને વળતર આપવાની વાત તો બીજી બાજુ રહી પણ ધાક ધમકી આપવામાં આવે છે. નખત્રાણામાં કેટલીક ખેતીલાયક જમીન પર સુજલોન કંપની દ્વારા ઔદ્યોગિક એ તો માટે આ જમીનનો ઉપયોગ કરે છે તો તે તાત્કાલિક અસરથી શરત ભંગ કરી કંપનીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરેલ છે મોટાભાગના ગામમાં ગૌચર જમીન પર પવનચક્કીઓ માટે ફાળવી દેવામાં આવેલ છે. જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. પાવર ગ્રીડ કંપની દ્વારા નાના ભાડિયા ગામે ખેડૂતોની જમીનમાં આડેધડ ઊભી કરી વીજરેસા ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ બાબતે યોગ્ય ન્યાય મળે અને વળતર આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ગૌતમ બુચીયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY