વડોદરા,તા.૮
વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલા આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્નીના હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ફેક્ટરી માલિકની પત્ની કુંજલ પંચાલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી મીત ગોરાનાએ કરીને રેલવે ટ્રેન નીચે પડતું આપઘાત કરી લીધો હતો. સમાજના ડરથી કુંજલે જ પ્રેમી મીતને જણાવ્યું હતું કે, પહેલાં તું મને મારી નાંખ, અને પછી તું મરી જજે. આ ઘટસ્ફોટ મીતે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ ઉપરથી થયો હતો.
ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ પર આવેલી આનંદબાગ સોસાયટીમાં રહેતા કુંજલબહેન પ્રતિકભાઇ પંચાલ (ઉં.વ.૨૫)ના ગળામાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાંચ અને મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે તપાસની શરૂઆત મોતને ઘાટ ઉતારાયેલા કુંજલના મોબાઇલ ફોન કોલ અને મેસજની ચકાસણી કરી હતી. જેમાં કુંજલ અને મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલ ગુજરાત હાઇસિંગ બોર્ડના બ્લોક નંબર-૧ અને રૂમ નંબર-૬માં રહેતા મીત અનિલભાઇ ગોરાના (ઉં.વ.૨૧) વચ્ચે થયેલ ફોન અને એકબીજાને કરેલા મેસેજ મળી આવ્યા હતા. પોલીસે મીત અંગે તપાસ કરતા મીત કુંજલની ભાભી ખુશ્બુબહેનનો પિતરાઇ ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મીતની શોધખોળ શરૂ કરી હતી. જાકે, મીત મળી આવ્યો ન હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



