મૃતકોની સંખ્યા વધવાની સંભાવના,૪૮થી વધુ લોકો ઘાયલ
મનીલા,તા.૨૭
ફિલિપાઇન્સના મિન્ડોના શહેરના કેથેડ્રલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી ૨૭ લોકોના મોત થયા છે. રવિવારે મોટી સંખ્યામાં લોકો કેથેડ્રેલમાં પ્રેયર કરવા માટે એકત્ર થયા હતા અને ત્યારે જે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પ્રશાસને જણાવ્યું હતું કે, હાલ રાહત બચાવની કામગીરી ચાલું છે,ઘાયલોની સારવાર ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ બોમ્બ વિસ્ફોટ કેથેડ્રેલની અંદર થયો હતો અને લોકો કંઇ સમજે તે પહેલા જ બહાર બીજા વિસ્ફોટ થયો હતો. રવિવારે સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે લોકો પ્રેયર કરવા માટે એકત્ર થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ૧૦ નાગરિકોની સાથે ૫ પોલીસ કર્મીઓના મોત થયા છે.
ઘાયલોની સંખ્યા ૪૮ જણાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા મજબ, મૃતકોની સંખ્યા વધવાની સંભાવના છે. અત્યાર સુધી કોઇપણ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. તપાસ ટીમ બધા પાસાઓની તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




