મેઘાલયમાં ખાણમાં ફસાયેલા વધુ એક મજૂરની ભાળ મળીઃ શોધખોળ ચાલુ

0
6

શિલોંગ,તા.૨૭
પૂર્વ મેઘાલયના જયંતિયા હિલ્સ જિલ્લામાં ખાણમાં ફસાયેલા મજૂરો પૈકી નેવીને આજે વહેલી સવારે વધુ એક લાશનો પતો લાગ્યો હતો. ૧૩ ડિસેમ્બરથી મેઘાલયમાં ખાણમાં એક ડઝન જેટલા ખાણિયાઓ ફસાયેલા હતા. ભારતીય નેવીના જણાવ્યા મુજબ ૨૮૦ ફૂટની ઊંડાઈએ વધુ એક લાશ મળી આવી છે. વહેલી પરોઢે ૩ વાગ્યા આસપાસ લાશ મળી આવી હતી.
બચાવ અધિકારીએ જણાવ્યા મુજબ કોલસાની ખાણમાં એક ઉંદર જેવડા દરના મુખ ધરાવતા ભાગમાંથી આ લાશ મળી આવી છે. અગાઉ પણ અહીંથી પ્રથમ લાશ મળી હતી. ખાણમાં રીમોટ સંચાલિત વાહનની મદદથી બીજી લાશનો પતો લાગ્યો હતો. ૧૬ જાન્યુઆરીએ પ્રથમ લાશ મળી હતી.
બચાવ અભિયાન દરમિયાન નેવીને પાવડો, લાકડાની ગાડી સહિતના ચિહ્નો મળતા તેઓ પણ અચંબિત થયા હતા. ત્યારબાદ કોલસાની ખાણમાં મૃતક ખાણ મજૂરનો પતો લાગ્યો હતો.
નેવી અને ખાનગી કંપનીની મદદથી સમગ્ર ઓપરેશન ચાલી રહ્યું છે. મરજીવાઓ હવે ખાણમાંથી લાશ બહાર લાવવાની કામગીરી કરી રહ્યા છે. આશા છે વહેલી તકે લાશ બહાર લાવવામાં આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે ખાણમાંથી મજૂરની લાશ મળી આવી હતી જેની ઓળખ પશ્ચિમ આસાના ચિરંગ જિલ્લાના આમિર હુસૈન તરીકે થઈ હતી. પોલીસે શનિવારે આ લાશ તેમના પરિવારજનોને સોંપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY