ભરૂચ નજીક નર્મદા ના નવા બ્રિજ પર ટ્રાફિક જામ વાહનચાલકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને કરી મૌખિક રજુઆત..

0
659

ભરૂચ નજીક આવેલ નર્મદા નદી પર બંધાયેલ નવા બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે.

 

સવાર ના સમયે થતા જામથી નોકરી પર જતા આવતા લોકો તથા વાહન ચાલકો ને પડતી મુશ્કેલી માટે ટોલ કોન્ટ્રાકટર ની ટ્રાફિક પ્રત્યે ની નિષ્કાળજીજ જવાબદાર ગણાય છે.

 

વળી છાસવારે આ બ્રિજ ના ટોલ કોન્ટ્રાકટર સાથે ભારદારી વાહનો ની  વસૂલી બાબતે પણ દુર્લક્ષ સિવાય છે કહેવાય છે કે ત્યાં ઓવર લોડ વાહનોના હપ્તા બંધાય છે .

ભૂતકાળમાં આ બાબતે મોટા ઝગડા પણ થાય હતા ત્યારે પ્રસાસને જોવું રહ્યું કે આ કોન્ટ્રાકટર કોઈ ગેરરીતિ આચરી સરકારને ચૂનો તો નથી ચોપડતોને?

આજે લાગેલ જામ ઓન તાત્કાલિક ક્લિયર થાય તો જ વાહનચાલકો નિરાંત નો દમ લેશે ને મહામુલા ઇંધણ ની બચત થાય અન્યથા એમ ચર્ચાય છેકે આ કોન્ટ્રાકટર સાથે કોઈક ની સાઠ ગાંઠ હોય તો નવાઈ નહીં.

ઉપરના ફોટાવાળા યુનિફોમ વગર ના ટોલ ટેક્સ પર કથિત નોકરી કરતા ઈસમો કોણ?
ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY