માસ્કો,તા.૨૧
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કહ્યું કે, જા યુરોપમાં વોશિંગ્ટન તરફથી કોઇ પણ મિસાઇલ્સ ગોઠવવામાં આવી તો માત્ર એ જગ્યાએ જ નહીં પણ સ્પષ્ટ રીતે અમેરિકાને જ નિશાન બનાવવામાં આવશે. વોશિંગ્ટને આ મહિને હથિયાર નિયંત્રણ સંધિને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ પુતિન તરફથી ઉગ્ર પ્રતિક્રિયા આવી છે.
ગોઠવવામાં આવે. પરંતુ અમે જે પણ પગલાં ઉઠાવીશું તે સ્થિર હશે. અમારું કહેવું છે કે, અમેરિકાની નીતિ નિર્માતાઓને કોઇ પણ પ્રકારે કોઇ પણ પગલાં ઉઠાવતી વખતે તમામ પ્રકારના જાખમોનો વિચાર કરી લેવો જોઇએ. શું તેઓ જાખમોને ઓળખી શકે છે? મને વિશ્વાસ છે કે તેઓ આવું કરી શકે છે. તેઓએ પણ એકવાર અમારી ગતિ અને મર્યાદાઓ જાઇ લેવી જાઇએ કે અમે હથિયારોની કેવા પ્રકારના સિસ્ટમ વિકસિત કરી રહ્યા છીએ.
રશિયા પર હથિયારો બનાવવા અને તૈયાર રાખવાનું દબાણ હશે, કારણ કે અમે પણ એવા પ્રાંતોથી અમારી સુરક્ષા કરીશું, જ્યાંથી અમને સીધું જાખમ છે. રશિયા અમેરિકા સાથે સારાં સંબંધો ઇચ્છે છે, પરંતુ જરૂર પડી તો સુરક્ષાના મામલે મજબૂત જવાબ આપવા માટે પણ તૈયાર છે. અમે જાણીએ છીએ કે, આ કેવી રીતે કરવાનું છે. અમે આ યોજનાને ઝડપથી લાગુ કરીશું, એ પહેલાં કે ધમકીઓ વાસ્તવિક ના બની જાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


