મારી માનસિક બીમારી વખતે જાએ મને સાથ આપ્યો હતોઃ સોફી ટર્નર

0
17

ન્યુયોર્ક,તા.૨૨
ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નરે કહ્યું હતું કે હું માનસિક બીમારીનો શિકાર બની હતી ત્યારે મારા હાલના પતિ જા જાનસે મને ખૂબ ટેકો અને પ્રોત્સાહન આપ્યા હતા.
બંનેએ ઓચિંતા લગ્ન કર્યાં એ વિશે પણ સોફીએ સ્પષ્ટતા કરી હતી. એણે કહ્યું કે લગ્ન કર્યાના આગલા દિવસે અમારી વચ્ચે જારદાર ફાઇટ થઇ હતી અને અમે બ્રેકપનો વિચાર કર્યો હતો. અમારા બંનેના હાથ પગ ઠંડા પડી ગયા હતા અને અમે સ્તબ્ધ થઇ ગયાં હતાં.
જો કે ચોવીસ કલાક પછી અમને સમજાયું હતું કે એ ફાઇટ અને બ્રેકપનો વિચાર ખોટ્ટો હતો. અમે તરત લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ કલાકમાં પરણી જવાની જાહેરાત કરીને પરિવારના સભ્યોને ચોંકાવી દીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY