શરીરમાં મેલડી મતા આવતા ધૂણવા માંડેલા ભગતને લાકડીથી માર મરાયો

0
31

‘શેના માતાજી આવે છે, લોકોને ભેરવે છે’ તેમ જણાવી લાકડાના ફટકા મરાયા
સુરત, તા. ૨૯
માંડવી- મોટા કુંભારવાડ ફળિયા ખાતે આ વ્યકિતને શું કામ માતાજી આવે છે? તેમ જણાવી ત્રણ ઈસમોએ લાકડીના સપાટા માથાના ભાગે મારી શરીરના ભાગે ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવી તાલુકાના મોટા કુંભારવાડના મેલડી માતાજીના મંદિર પાસે પ્રિયાંકભાઇ મુકેશભાઈ ગામીત રહે છે. આ વિસ્તારમાં ભાવેશભાઈ મનીષભાઈ વસાવા તથા મયુરભાઈ વસાવા પણ રહે છે. ત દિવસોમાં રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે મેલડી માતાના મંદિર પાસે પ્રિયાંકભાઈને મેલડી માતા આવતા હતા ત્યારે ત્રણેય ઈસમોએ ત્યાં આવી ïઆને શેના માતાજી આવેï છે? આ તો ખોટી રીતે લોકોïને ભરમાવે છે? એવુ જણાવી લાકડાના ફટકા વડે તેમની પર હુમલો કરી માથાના ભાગે ઈજાઅોપહોîચાડી ફરાર થઈ ગયા હતા. માંડવી પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત ઈસમે ફરિયાદ નોંધાવતા પોલીસે મારા-મારીïનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY