બારડોલીમાં અોટોરિક્ષા ડ્રાઈવર પર હુમલો

0
8

સુરત, તા. ૨૯
બારડોલી લીનિયર બસ સ્ટેન્ડ નગરપાલિકાના બસ સ્ટેન્ડ નજીક એક અોટોરિક્ષા ચાલકને લાકડાના સપાટા તથા પત્થર વડે માથા તેમજ ડાબા કાનના ભાગે માર મારી ઈજાઅો પહોચાડી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી-લીનીયર બસ સ્ટેન્ડ નગરપાલિકાના ટોયલેટ પાસે સદ્દામ રફીક શેખ નામનો અોટો રિક્ષા ચાલક ઊભો હતો. ત્યારે તેના સગાભાઈ ફિરોઝભાઈ રફીકભાઈ શેખને કાયમનેમાટે આવતા જતા ઈલ્યાશભાઇ શેખ ગાળો દેતો હતો. આ બાબતે બારડોલી ગાંધી રોડ આશિયાના નગરમાં રહેતા ઈલીયાશશેખને પોતાના સગા ભાઈને ગાળો દેવાનું ના કહેવા જતા ઉશ્ïકેરાઈ ગયેલા ઈલીયાશે સદ્દામ શેખ પર લાકડીના સપાટા વડે ઢોરમાર મારી શરીરના ભાગે ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયો હતો. રીક્ષા ચાલકે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી-૩૨૩, ૩૨૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY