સુરત, તા. ૦૮
સુરત મહાનગરપાલિકા આયોજિત નાટ્ય સ્પર્ધામાં એવોર્ડ વાપસીના સર્જાયેલા વિવાદમાં મેયર ડૉ. જગદીશભાઈ પટેલે લીધેલા સંસ્થા પરના પ્રતિબંધ ઉપર પોતે હાલ કાયમ હોવાનું પ્રતાપ દર્પણ સાથે કરેલી ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. વધુમાં મેયર ડૉ. જગદીશ પટેલે જણાવ્યું હતું કે જા સંસ્થા પોતાના આ ગેરવર્તન અંગે માફી માંગે, તો નિર્ણય અંગે ફેર વિચારણાને અવકાશ છે. અત્રે નોંધનીય છે કે મેયર ડૉ. જગદીશ પટેલના નિર્ણયના પ્રત્યાઘાતો સુરતના નાટ્ય જગતમાં પડ્્યા છે. મેયર ડૉ. જગદીશ પટેલ પણ નાટ્યકાર છે. ત્યારે કલાકારોની ભાવના સમજીને નિર્ણય લેવાની જરૂરીયાત ઉપર સુરતના નાટ્યવિદોએ અભિપ્રાય ધરાવે છે.
અત્રે નોîધનીય છે કે ભૂતકાળમાં નાટ્ય સ્પર્ધા વખતે ફ્લોરિંગને ગંભીર નુકસાન પહોંચાડનાર સંસ્થાને માત્ર સ્પર્ધા પુરતા જ બાકાત કરવામાં આવ્યા હતા. જ્યારે આર્ટિઝમ સંસ્થાના એક શુદ્ધ આત્મા ગૌતમ બુદ્ધને અન્યાય થયો હોવાની લાગણી પ્રદર્શિત કરવાના ભાગરૂપે એવોર્ડ વાપસી કરતા મેયર ડૉ. જગદીશ પટેલે ત્રણ વર્ષ માટે સંસ્થા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આર્ટિઝમ સંસ્થાના ગિરીશ સોલંકીએ જણાવ્યું હતું કે અમોએ ગેરવર્તન કર્યું નથી, અમે નિર્ણય સ્વીકાર્યો નથી. અમોએ એવોર્ડ પરત કરી હાથ જાડીને નીકળી ગયા હતા. આમા અમોએ ક્યાં ગેરવર્તન કર્યું ? માફી માંગવાનો સવાલ જ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


